KBCમાં પહોંચી પોરબંદરની `જયા`, 25 લાખ જીતનાર ખેડૂત પુત્રીએ જણાવ્યો જિંદગીનો દર્દનાક સંઘર્ષ
પોરબંદર જિલ્લાના નાના એવા શીશલી ગામની ખેડૂત પુત્રી જયા ઓડેદરાએ બી.ઈ કોમ્પ્યુટર સુધીનો અભ્યાસ કર્યો છે. જયાને ઓર્ગેનિક ખેતી પસંદ હોવાથી તે પોતાના ગામમાં ખેતી તો કરે જ છે પરંતુ સાથે જ કૌન બનેગા કરોડપતિ શોમાં પહોંચવાનું સપનું પણ જોતી હતી.
farmer daughter won 25 lakhs in KBC, અજય શીલુ/પોરબંદર: સતત મહેનત અને પ્રયાસ કરવાથી સફળતા જરૂર મળે છે તે વાતને સાબિત કરી છે પોરબંદર જિલ્લાના નાના એવા શીશલી ગામની ખેડૂત પુત્રી જયા ઓડેદરાએ.ત્યારે ચાલો જોઈએ ગામડાથી કેબીસીની હોટ સીટ પર પહોંચી 25 લાખ રૂપિયા જીતવા સુધીની સમગ્ર સફર અંગે શું કહે છે જયા ઓડેદરા.
આકાર લઈ રહ્યું છે ભારે ચક્રવાત! અંબાલાલે કહ્યું;આ તારીખો લખી લેજો, સો ટકા વરસાદ આવશે
પોરબંદર જિલ્લાના નાના એવા શીશલી ગામની ખેડૂત પુત્રી જયા ઓડેદરાએ બી.ઈ કોમ્પ્યુટર સુધીનો અભ્યાસ કર્યો છે. જયાને ઓર્ગેનિક ખેતી પસંદ હોવાથી તે પોતાના ગામમાં ખેતી તો કરે જ છે પરંતુ સાથે જ કૌન બનેગા કરોડપતિ શોમાં પહોંચવાનું સપનું પણ જોતી હતી. વર્ષ 2019 થી જ જયાએ તે માટે પ્રયત્નો શરુ કર્યા હતા અને એક વખત આ શોના મુંબઈ ઓડીશન સુધી પણ પહોંચી હતી.બે ત્રણ વખત સફળતા ન મળવા છતાં પણ તે સતત પ્રયત્ન કરતી હતી. પરંતુ તમે જો તમારા લક્ષ્યને હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહો તો જરૂરથી તેમાં સફળતા મળે છે.
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! 'દાદા'નો સૌથી મોટો નિર્ણય
આ વખતે તેની મહેનત અને નસીબ રંગ લાવ્યા અને તે સિલેક્ટ થઈ અને ત્યારબાદ ગત 19 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થયેલ કૌન બનેગા કરોડપતિ શોમાં તે શો ના હોસ્ટ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ સુધી પહોંચી અને કોન્ફીડન્સ સાથે 25 લાખ રૂપિયા જીતવા સુધીની સફર ખેડી. શો નજીક હતો તે દરમિયાન જયાના માતા બિમાર હતા અને તેઓનું અવસાન થયું ત્યારે એક સમયે શોમાં જવાની ઈચ્છા પણ નહોતી તેવું જણાવી ભાવુક બનેલ જયાએ જણાવ્યું કે મારી માતા હોત તો તે મને અહીં જોઈને કેટલી ખુશ થાત તેવા વિચારે તે ત્યાં પહોંચી અને પોરબંદર સહિત ગુજરાતનુ નામ રોશન કર્યુ.
ગુજરાતનો ભલે વિકાસ થયો હોય, પણ છેલ્લા 25 વર્ષથી આ ગામ જોઈ રહ્યું છે ST બસની રાહ
દેશના કરોડો લોકો કૌન બનેગા કરોડપતિ શો જોતા હશે અને સપનું જોતા હોય છે કે તેઓ ત્યાં સુધી પહોંચે તો કેવું સારું. જયાએ ન માત્ર આવું વિચાર્યું પરંતુ તેના સપનાને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ પણ રહી તેનું જ પરિણામ છે કે તે ત્યાં સુધી પહોંચી શકી.પોરબંદર જિલ્લામાં હંમેશા સામાજિક શૈક્ષણિક કાર્યો માટે કામગીરી કરતા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયાએ જણાવ્યું હતું કે, એક ખેડૂત પુત્રી તરીકે જયા ઓડેદરા આટલા મોટા શોમાં પહોંચી તે પોરબંદર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના
પોરબંદર જિલ્લાના નાના એવા ગામની આ ખેડૂતની દિકરી જે રીતે સફળતા મેળવી છે તે અનેક દિકરીઓ માટે પ્રેરણારૂપ છે.કૌન બનેગા કરોડપતિમાથી જીતેલ રાશીનો તે આગામી સમયમાં ઓર્ગેનિક ખેતી માટે ઉપયોગ કરશે અને લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો કરશે તેમ તેઓએ જણાવ્યું હતુ.