અમદાવાદ: અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા કોણે કરી અને શા માટે કરી આ સવાલ હાલ ટોક ઓફ ધી સ્ટેટ બની ગયો છે ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં મનીષા ગોસ્વામી સામે પણ જાણવા જોગ દાખલ કરાઈ છે. જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વાપીની એક મહિલા મનીષા ગોસ્વામી તથા છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, જયંતિ ઠક્કર તથા એક દલિત આગેવાન સામે ફરિયાદ કરવામાં આવી છે. મનિષા ગોસ્વામી નામની આ મહિલા છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભમાં ચાલી ગઇ હોવાનું કહેવાય છે અને તેના નિવાસ્થાન પર ઝી 24 કલાકના રીપોર્ટર દ્વારા તપાસ કરતા ત્યાં પણ તાળું મારેલું હોવાની જાણ કારી મળી હતી. કોણ છે આ મનીષા ગૌસ્વામી ?અને જયંતિ ભાનુશાળી સાથે શું હતા તેના સંબંધો આવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતું? જુઓ VIDEO


કોણ છે આ મનિષા?
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ મનીષા ગોસ્વામીનો હાથ હોવાની પણ શંકા વ્યક્ત થઈ રહી છે. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે. જો કે ત્યાર બાદ તેના છૂટાછેડા થયા હોવાની વાત પણ જાણવા મળી છે. પરંતુ તેના પતિએ કરેલા ખુલાસા મુજબ તેઓના છૂટાછેડા થયા જ નથી. 


જયંતિ ભાનુશાળીની પુત્રી અગ્નિદાહ આપ્યા બાદ તરત જ બેભાન, સારવાર માટે ખસેડાઈ


જયંતિ ભાનુશાળી સાથે શું હતાં સંબંધો?
મનીષા અને જયંતિ ભાનુશાળી  વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ. મનીષા ગોસ્વામીએ પ્લાનિંગ મુજબ ઘણાં વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને આ સંબંધોની સીડી બનાવી બન્નેએ ઘણાં લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા. તેમજ રાજકીય હેતુ સિદ્ધ કર્યા. પણ સમય જતાં જયંતિ ભાનુશાળી અને મનિષા ગોસ્વામી વચ્ચે નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એક તરફ જયંતિ ભાનુશાળી ધારાસભ્ય ન રહેતા તેમનો પ્રભાવ ઓછો થયો, અને બીજી તરફ મનિષા ગોસ્વામી સાથે તેમનો ઝઘડો ઉગ્ર બન્યો.


જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસને મળ્યો મોટો પુરાવો, ગૂમ થયેલી બેગ મળી


5 કરોડમાં થયું હતું સમાધાન!
2016 સુધીમાં તો બન્ને વચ્ચે બોલવાના સંબંધો પણ ન રહ્યા. પણ મનજી બાપુ નામના ભાનુશાળી સમાજના એક અગ્રણીએ 2017માં બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન પેટે જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પણ જયંતિ ભાનુશાળીએ મનીષાને 5 કરોડ ન આપતા મનિષા ઉશ્કેરાઈ હતી. આ ઉપરાંત ખંડણીના એક મામલામાં 2018માં બન્ને વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી. જયંતી ભાનુશાળી સાથે સંબંધો બગડ્યા બાદ મનીષા ગોસ્વામીએ અંડરવર્લ્ડ સાથે સંબંધ ધરાવતા પુણેના સુરજિત ભાઉ નામના વ્યક્તિ સાથે દોસ્તી કરી હતી. આ બન્ને ભેગા મળીને છોકરીઓનો ઉપયોગ કરી લોકોને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા.


જયંતિ ભાનુશાલી હત્યા કેસ: છબીલ પટેલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ


હાલમાં જ કહ્યું હતું કે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને રહેશે
સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે 3 જાન્યુઆરીના દિવસે મુંબઈ એરપોર્ટ પર મનિષા ગોસ્વામી એક વ્યક્તિને મળી હતી..આ મુલાકાત વખતે જ મનિષા ગોસ્વામીએ તે વ્યક્તિને ગુસ્સામાં કહ્યું હતું કે તે કોઈ પણ ભોગે જયંતિ ભાનુશાળીને ખતમ કરીને જ રહેશે.  આ સિવાય પણ મનીષા સામે પણ કેટલાક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. 2018માં મનિષા ગોસ્વામીએ જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલને બદનામ કરવાની ધમકી આપી 10 કરોડની ખંડણી માગી હતી. આ મુદ્દે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં મનિષા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. જો કે આ કેસમાં પણ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થતાં ફરિયાદ પાછી ખેંચાઈ હતી. તો અન્ય એક કેસમાં જયંતી ભાનુશાળીના ભાભી સરસ્વતીબહેનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેમની જમીન બારોબાર વેંચવા મુદ્દે પણ મનિષા સામે ફરિયાદ થઈ હતી.


આમ વિવાદિત ઈતિહાસ ધરાવતી અને ભાનુશાળીને ખતમ કરવાની વાત કરનાર મનીષાએ શું ખરેખર પોતાની ઈચ્છા પૂરી કરી? અને ભાનુશાળીની હત્યા કરી તે સવાલ છે....પોલીસે મનીષા અને તેના સાગરિત સુરજીત ભાઉ સામે પણ આ કેસમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. 


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...