જયંતિ ભાનુશાળી હત્યાઃ કચ્છના મોટા માથા જયંતિ ઠક્કરની ધરપકડ
જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડવામાં કચ્છનું મોટું માથું ગણાતા અને છબીલ પટેલના ભાગીદાર એવા જયંતિ ઠક્કરે પણ સાથ આપ્યો હતો, SITને છબીલ પટેલના રિમાન્ડમાં તેમના વિશે માહિતી મળી હતી
ભૂજઃ જયંતી ભાનુશાળી હત્યા પ્રકરણમાં પોલીસને છબીલ પટેલ પછી વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ રિમાન્ડ દરમિયામ SITને મળેલી મહત્વની માહિતીને આધારે ગુરૂવારે કચ્છમાં મોટું માથું ગણાતા જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાની ધરપકડ કરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડવામાં કચ્છનું મોટું માથું ગણાતા અને છબીલ પટેલના ભાગીદાર એવા જયંતિ ઠક્કરે પણ સાથ આપ્યો હતો.
જયંતિ ભાનુશાળીની જો હત્યા થઈ જાય તો કચ્છના રાજકારણમાં જયંતિ ઠક્કરને મોકળું મેદાન મળે તેમ હતું. આ અગાઉ પણ ભાનુશાળી સાથે અનેક બાબતે જયંતિ ઠક્કરને મનદુખ હતું. આથી, જયંતિ ઠક્કરને જ્યારે ખબર પડી કે છબીલ પટેલ પણ જયંતિ ભાનુશાળીથી નારાજ છે ત્યારે તેમણે તેની સાથે હાથ મિલાવ્યા હતા અને જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડવાનું નક્કી કર્યું હતું.
જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડવા માટે અનેક મિટીંગો થઈ હતી અને તે દરેકમાં જયંતિ ઠક્કર હાજર રહેતા હતા. જયંતિ ઠક્કરે ભાડુતી હત્યારાઓને ચુકવવાની રકમમાં પોતાનો પાંચ લાખનો હિસ્સો પણ આપ્યો હતો. જયંતિ ઠક્કર આ કેસના ફરાર આરોપીઓ સાથે હત્યા પહેલા અને હત્યા બાદ પણ સતત સંપર્કમાં હતા.
અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનિષા ગોસ્વામી, નિખીલ થોરાટ અને સુજીત ભાઉ સાથે જયંતિ ભાનુશાળી હત્યાનું કાવતરું ઘડાઈ ગયા પછી અને હત્યા થઈ ગયા બાદ સતત સંપર્કમાં હતા. હત્યા થઈ ગયા પછી જ્યારે એક પછી એક આરોપીઓના નામ બહાર આવી ગયા ત્યારે ફરાર થયેલા છબીલ પટેલ અને તેમનો પુત્ર સિધ્ધાર્થ પોલીસ સામે હાજર થવા માગતા હતા, પરંતુ જયંતિ ઠક્કર વિવિધ કારણો અને ડર બતાવીને તેમને પોલીસથી દુર રાખી રહ્યા હતા.
કોના સામે નોંધાઈ છે ફરિયાદઃ
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને તેના સાગરિતો, જયંતી ઠક્કર ઉર્ફે ડુમરા, પત્રકાર ઉમેશ પરમાર.
રામજી ઠાકોરનો બળવોઃ મહેસાણા ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર સાથે ફાડ્યો છેડો
પકડાઈ ગયેલા આરોપીઓઃ
- શશીકાંત કામલે - શૂટર
- અશરફ શેખ - શૂટર
- વિશાલ કામલે - શૂટર (યરવાડા જેલ માંથી ટ્રાન્સફર વોરંટથી લાવ્યા હતા)
- સિદ્ધાર્થ પટેલ - છબીલનો પુત્ર
- રાહુલ પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રહેતા હતા
- નીતિન પટેલ - છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રહેતા હતા
- છબીલ પટેલ-(પૂર્વ ધારાસભ્ય, મુખ્ય કાવતરાખોર)
છેતરપીંડીના કેસમાં રાષ્ટ્રવાદી સમાજવાદી પાર્ટીની મહિલા ઉમેદવારની ધરપકડ
પોલીસની પકડથી દુર આરોપી
- મનીષા ગોસ્વામી
- સુરજીત ભાઉ
- પત્રકાર ઉમેશ પરમાર
પોલીસે જણાવ્યું કે, જયંતિ ઠક્કર અને છબીલ પટેલ બંને ધંધામાં પણ ભાગીદાર છે. પોલિસે જયંતિ ઠક્કરની ધરપકડ કર્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.