આખરે કેમ જયંતી ભાનુશાળીના પરિવારને પ્રોટેક્શનની જરૂર પડી?
જયંતિ ભાનુશાલી હત્યાનો ભેદ હવે ઉકેલાવાની તરફ છે, ત્યાં હવે તેમના પરિવારજનોના માથે ખતરો મંડરાઈ રહ્યો છે. તેમના પરિવારજનોને ધમકીભર્યો કોલ મળતા પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી છે.
ઉદય રંજન/અમદાવાદ : જયંતિ ભાનુશાલી હત્યાનો ભેદ હવે ઉકેલાવાની તરફ છે, ત્યાં હવે તેમના પરિવારજનોના માથે ખતરો મંડરાઈ રહ્યો છે. તેમના પરિવારજનોને ધમકીભર્યો કોલ મળતા પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી છે.
જંયતી ભાનુશાળીના હત્યારાઓ ઝડપાયા, જુઓ કોણે કરી હતી હત્યા?
જયંતી ભાનુશાળીના પરિવારજનોને અજાણી વ્યક્તિ દ્વારા ફોન પર મારી નાંખવાની ધમકી મળી છે. આ ફોન મુંબઈથી આવ્યો હતો. આ ફોન આવ્યા બાદ તેમના પરિવારજનોમાં ડરનો માહોલ છવાયો છે. પોતાના પર હુમલાની ભીતિથી પરિવારે પોલીસ હેડક્વાર્ટર અને રેલવે પોલીસની પાસે સુરક્ષાની માંગણી કરી છે. પરિવારજનોએ અરજી કરી પોલીસ સુરક્ષા માંગી છે.
પરિવારની માંગ બાદ અપાઈ સુરક્ષા
જ્યંતી ભાનુશાલી હત્યા કેસ મામલે પરિવારની માગ બાદ પોલીસે તેમના પરિવારજનોને સુરક્ષા આપી છે. ભાનુશાલીના બંને ઘરે પોલીસ સુરક્ષા આપવામાં આવશે. તેમના કચ્છ અને નરોડાના ઘર પર બંદોબસ્ત ગોઠવાશે.
એવું શું થયું હતું જયંતી ભાનુશાળી અને મનીષા વચ્ચે કે, જેથી તેને 5 કરોડ ચૂકવવાની વાત આવી હતી
ઉલ્લેખનીય છે કે, કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારથી જ આ હત્યા સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે હવે ચાર દિવસ બાદ એટીએસને હત્યાનું પગેરુ મળી ચૂક્યું છે. ATSએ ભાનુસલીની હત્યા કરવામાં સામેલ શાર્પ શૂટર શેખર અને સુરજીત ભાઉને ઝડપી પાડ્યા છે. બંને શૂટરો સિવાય અન્ય ત્રણ આરોપીઓ પણ પોલીસની ગિરફતમાં આવી ગયા છે. ત્યારે તમામ આરોપીઓને લઈને ATS સાંજ સુધી અમદાવાદ આવશે. ત્યારે તેમની પૂછપરછમાં અનેક નવા નામો ખૂલે તેવી શક્યતા છે. બંને શાર્પ શૂટર્સને કોણે જયંતી ભાનુશાળીની હત્યાની સુપારી આપી હતી તે નામ પર સૌની નજર છે.
શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?