અમદાવાદ: કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવાના બનાવે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જયંતિ પટેલનો મૃતદેહ પરિવારજનો દ્વારા હાલ સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો. અને અંતિમ દર્શન માટે રખાયો હતો અને હવે તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાનેથી નરોડા સ્મશાન ગૃહ ખાતે લઈ જવાઈ હતો.  અંતિમ યાત્રામાં મોટા પાયે લોકો હાજર હતાં આર સી ફળદુ સહિત અનેક નેતાઓએ હાજરી આપી અને પરિવારને સાંત્વના પાઠવી.મૃતદેહના નરોડા સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. જયંતિ ભાનુશાળીની અંતિમ વિધિ વખતે પરિવારના સભ્યો હાજર હતાં અને તેમની પુત્રી ખુશાલીએ તેમને ભગ્નહ્રદયે મુખાગ્નિ આપી હતી. વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. મુખાગ્નિ આપ્યા બાદ તરત ખુશાલી બેભાન થઈ ગઈ હતી. તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા સ્મશાન ગૃહ ખાતે  અંતિમ વિધિ, અપાયો અગ્નિદાહ
ભાનુશાળીના પુત્રી અને પત્ની સહિતના પરિજનો નરોડા સ્મશાન ગૃહ ખાતે હાજર છે. વાતાવરણ  ખુબ જ ગમગીન બન્યું છે. પરિવારના સભ્યો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી. જયંતિ ભાનુશાળીની પુત્રી ખુશાલીએ પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો. પુત્રીએ મુખાગ્નિ આપતા વાતવારણ એકદમ ગમગીન બની ગયું. મુખાગ્નિ આપ્યા બાદ ખુશાલી તરત બેભાન થઈ ગઈ અને તેને સારવાર માટે ખસેડવામાં આવી. 


જયંતિ ભાનુશાલી હત્યા કેસ: છબીલ પટેલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ
 



આ અગાઉ જયંતિભાઈનો પરિવાર મૃતદેહ સ્વીકારવા અંગે અસમંજસમાં હતો અને કહ્યું હતું કે સમાજના આગેવાનો અને વડીલો સાથે ચર્ચા કર્યા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવશે. જો કે ત્યારબાદ હવે મૃતદેહ નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો છે. નરોડા પોલીસે પુરતો પોલીસ બંદોબસ્ત પણ કર્યો છે. ભાનુશાળીના નરોડા ખાતેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં સગા સંબંધીઓ હાજર છે. છેલ્લે મળતી માહિતી મુજબ જયંતી ભાનુશાળીના પાર્થિવ દેહના સવારે 10 વાગ્યા બાદ નરોડા સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવશે. 



અત્રે જણાવવાનું કે ભાજપના એક નેતાનો આરોપ બીજા નેતા છબીલ પટેલ પર લાગ્યો છે. છબીલ પટેલ સાથેના વિવાદ અને ત્યારપછી સેક્સકાંડના મામલે થોડા સમય પહેલા જ જયંતિ ભાનુશાળી ખુબ વિવાદમાં હતાં. ભાનુશાળી સોમવારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં સવાર હતાં અને ભૂજથી અમદાવાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે કેટલાક અજાણ્ય શખ્સોએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક  ગોળી આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી. 


ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા, આંખમાં અને છાતીમાં ગોળી મારી અજાણ્યા શખ્સો ફરાર



જયંતિ ભાનુશાળી હત્યા : છબીલ પટેલનું ઢિંચક્યાઉ ફરી ચર્ચામાં, જુઓ વાયરલ વીડિયો



ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...