હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં સતત વધી રહેલા કેસોને કારણે સમગ્ર ભારતમાં ગુજરાત બીજા નંબરે આવી ગયું છે. ત્યારે hotspot સિવાયના વિસ્તારોમાં પણ એક્ટિવ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનો ગુજરાત સરકાર દ્વારા દાવો કરાયો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના ટેસ્ટીંગની વ્યવસ્થા ધીમે ધીમે ગુજરાતમાં વધી રહી છે. દરરોજના સો જેટલા ટેસ્ટ કરાતા હત, પરંતુ પાંચમી એપ્રિલ પછી 400 જેટલા ટેસ્ટ કરાતા હતા. પછી 1500 જેટલા ટેસ્ટ કર્યા. તમામ જિલ્લામાં 100 કેસ કરીએ તેવો નિર્ણય લેવાયો હતો. ૧૮મીએ 2664 અને એ પછી 3000 સુધીના ટેસ્ટ ગુજરાત દ્વારા કરાયા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મેડિકલ રીતે નિયમિત ચેક કરવામાં આવે છે અને તેમની તબિયત ખૂબ સારી છે. 


ગુજરાતના 3 મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે વધુમા જણાવ્યું કે, લૅબની કેપીસીટિ 3000 સુધીની છે. તેમાં વધારો થવા માંડ્યો છે. એ જ દિવસે રિપોર્ટનું રિઝલ્ટ મળે એ પ્રકારની પદ્ધતિ હવે અપનાવવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી આપણે ત્રણ હજાર સુધીની કેપેસિટી પ્રમાણે કરવામાં આવી રહ્યા છે. નવા સેમ્પલ તો આપણે ટેસ્ટ કરીએ છીએ, પણ જે હોસ્પિટલોમાં દાખલ છે તેઓના પણ ટેસ્ટ કરવાના શરૂ કર્યા છે. રાજ્યમાં 15 સેન્ટરોમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ચાર ખાનગી લેબ પણ ઉપલબ્ધ છે. ગાંધીનગર કોલેજમાં પણ ટેસ્ટીગની મંજૂરી મળી ગઈ છે.


કોરોનાના ફફડાટથી સુરતમાં 101 રાશનધારકો હડતાળ પર ઉતરી ગયા, ગરીબો અટવાયા  


ટેસ્ટીંગ વિશે તેમણે કહ્યું કે, રેપિડ એન્ટી બોડી ટેસ્ટિંગ 24000 જે ગુજરાતને મળી છે તેના દ્વારા પણ ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. 30 જિલ્લામાં આ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેપિડ એન્ટીબોડી ટેસ્ટીંગથી નિર્ણાયક ટેસ્ટ કરવામાં નથી આવતો. ગાંધીનગર સાથે રાજ્યમાં 16 સરકારી લેબમાં ટેસ્ટીંગ રિપોર્ટ કાઢવામાં આવી રહ્યો છે. આ સિવાય ચાર ખાનગી લેબમાં ટેસ્ટીંગ થાય છે. રેપિટ એન્ટી બોડી ટેસ્ટિંગ શું છે અને કેવી રીતે થાય છે તેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. 105 કુલ મૃત્યુમાં 81 કેસોમાં કોઇને કોઇ પ્રકારનો અન્ય રોગ પણ હોવાનો દાવો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 


90 ટકા પોઝિટિવ કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગનો દાવો છે. તેમણે કહ્યું કે, hotspot વિસ્તારોમાં આયુર્વેદિક દવાઓ અને ઉકાળા આપવામાં આવશે. ગુજરાતની તમામ કોલેજોની લેબો માટે ટેસ્ટીંગની મંજૂરી માગવામાં આવી છે પણ હજુ સુધી ટેસ્ટીંગની મંજૂરી મળી નથી. રેપિટ એન્ટી બોડી કીટ ઉપયોગ ટેસ્ટ માટે એક જ વાર કરી શકાય છે. પાટણમાં આઠમી તારીખની આસપાસ કેસ કરવામાં આવ્યો હતો. બે વખત ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા હતા. એટલે તઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પણ પછી બીજી વાર ટેટસ કરતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. આવા બહુ ઓછા આ પ્રકારના કેસ થતા હોય છે. ઘણીવાર બોડીમાં ડેડ વાયરસ હોય તો પણ પોઝિટિવ આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર