જૂનાગઢ: સૌરાષ્ટ્રના કદાવર નેતા અને સહકારી રાજકારણમાં અગ્રેસર જયેશ રાદડિયાએ ટિકિટ મેળવી ધારાસભ્ય તો બની ગયા છે પણ મંત્રીપદ મળ્યું નથી. રાદડિયાને છેલ્લી ઘડી સુધી મંત્રી બનવાની અપેક્ષા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાદડિયાએ હોટલ લીલાના ભોજન સમારંભ સુધી આશા હતી કે મને મંત્રી પદ તો મળશે પણ આખરી ઘડીએ પત્તુ કપાઈ ગયું અને મંત્રી ના બની શક્યા. જેને પગલે રાદડિયાની નારાજગી જગજાહેર હોવા છતાં આગામી વિસ્તરણમાં રાદડિયાને લોટરી લાગી શકે છે. ભાજપ સરકાર રાદડિયાને અવગણી શકે એમ નથી. સૌરાષ્ટ્રમાં રાદડિયાનું વર્ચસ્વ છે. મંત્રીપદમાંથી બાકાત રાખવા માટે ભાજપનો જૂથવાદ પણ રાદડિયાને નડ્યો છે.  


આ પણ વાંચો: આ તો કંઈ નથી! નવા વર્ષથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી?


ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ૧૮૧ ધારાસભ્યોએ શપથ લીધા હતા પણ તે વખતે જયેશ રાદડિયા હાજર રહ્યા નહોતા. તેઓ વિદેશ ગયા હોવાથી આવીને શપથ લેવાના હતા અને તેમણે ૨૮ ડિસેમ્બરે વિદેશની આવીને શપથ લીધા પણ ખરા. ચર્ચા એવી છે કે, કેટલાક જૂના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું પણ જયેશ રાદડિયાને પડતા મુકાયા તેની નારાજગીથી તેઓ વિદેશ જતા રહ્યા હતા. 


આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!


વર્તુળો માને છે કે, રાજકોટ સહકારી બેંકમાં જે સહકારની ભાવનાથી કૌભાંડ થયા હતા તેનાં છાંટા જયેશ રાદડિયા ઉપર ઉપાડ્યા હતા. આ ૧૦ જાન્યુઆરીએ હાઈકોર્ટમાં કેસની સુનાવણી છે. તેમાં જો રાદડિયા દૂધે ધોયેલા સાબિત થશે તો ભવિષ્યના વિસ્તરણમાં લાલ જાજમ મળશે નહીંતર લીલા તોરણે જાન પાછી વળશે. રાદડીયાની ન પતંગ ઉડશે કે વિવાદવૃક્ષમાં ખલાઈ રહેશે તે ઉત્તરાયણે સ્પષ્ટ ન થઈ જશે.


 જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે, સાથે જ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આમ જયેશ રાદડિયાના મૂળ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલા છે તેવું કહેવામાં કશું જ ખોટું નથી. 2009માં જયેશ કોંગ્રેસના ટિકિટ પર ધોરાજી મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કર્યું. 


આ પણ વાંચો: બનાસકાંઠામાં ફિલ્મ 'સ્પેશ્યલ-26' જેવી ઘટના! રેડના નામે જાણો કેવી રીતે થઈ દિલધડક લૂંટ


જો કે કોંગ્રેસમાંથી 2 વખત ચૂંટણી લડ્યા અને જીત્યા બાદ જયેશ રાદડિયા અને તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ વર્ષ 2013માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા. વર્ષ 2017માં તેઓ ફરી જેતપુરથી જીત્યા અને મુખ્યમંત્રી રૂપાણીએ તેમને મંત્રીમંડળમાં સામેલ કરી મંત્રી બનાવ્યા હતા. 


આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!


વર્ષ 2013માં જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી તરીકે, વર્ષ 2014માં ગુજરાત સરકારમાં પાણી પુરવઠા અને પ્રવાસન રાજ્ય મંત્રી અને વર્ષ 2016માં ગુજરાત સરકારમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, કુટીર ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી મંત્રી તરીકે પદભાર સાંભળી ચુક્યા છે. હવે નવા વિસ્તરણમાં એમને મંત્રીપદની લોટરી લાગે છે કે નહીં એ તો સમય જ બતાવશે પણ આગામી ઉત્તરાયણમાં આવનારો ચૂકાદો એમનું રાજકીય ભવિષ્ય નક્કી કરી નાખશે.