Morbi Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો છે. ત્યારબાદ કોર્ટે આરોપી જયસુખ પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા છે. બીજી બાજુ કોર્ટમાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર ટેકાના ભાવે આ પાકોની કરશે ખરીદી, રજિસ્ટ્રેશનની આ છે છેલ્લી તારીખ


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયસુખ પટેલના રિમાન્ડ દરમિયાન કઈ કઈ માહિતી બહાર આવી તે અંગે પોલીસ દ્વારા કોર્ટમાં કઈ ફોલ્ટ પાડવામાં આવ્યો નથી. પરંતુ આ ઘટનામાં કોઈ પદાધિકારી કે અધિકારી જવાબદાર છે કે નહીં તે એક મોટો સવાલ છે.


ગમે તે ગામની છોરી હોય, આ ધાંસૂ આઈડિયાથી તરત જ પટી છોકરી, વિશ્વાસ ન થતો હોય અજમાવો


જયસુખ પટેલે કોર્ટમાં શું આપ્યું હતું નિવેદન
અગાઉ જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો મને અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.


કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ


ઉલ્લેખનીય છે કે, રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુ:ખદ છે પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.