નવનીત દલવાડી/ભાવનગર: આજકાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકો અવનવા ટેકનિક અપનાવીને અહેવાલોમાં ચમકી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં ભાવનગરની એક જાનનો વીડિયો વાયરલ થયો છે. જેસર તાલુકાના તાંતણીયા ગામે JCB માં જાન જોડી જઈ રહેલા વરરાજાનો વિડિયો વાયરલ થયો છે. વરરાજાએ અનોખી રીતે લગ્ન કર્યા હતા. વરરાજાએ JCBમાં સવાર થઈ સાસરિયે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, ત્યારે પ્રસંગોની યાદગીરી માટે લોકો અવનવા પ્રયાસો કરતા હોય છે. જેસર તાલુકાના તાંતણીયા ગામે દાઉદ અલીભાઈ ઓઢેજાએ દીકરાના લગ્નને યાદગાર બનાવવા એક અલગ પહેલ કરી છે. વરરાજા નજીરભાઈ ઓઢેજાએ પોતાની જાન મોંઘીદાટ કાર કે હાથી ઘોડાને છોડી JCBમાં જોડી હતી. વાજતે ગાજતે ધામધૂમથી JCB માં જાન જોડી પોતાના સાસરિયે પહોંચ્યા હતા. JCB માં જાન જોડીને જઈ રહેલા વરરાજાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


AIMIM નેતા દાનિશ કુરેશી ભાન ભૂલ્યા: જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મુદ્દે પોસ્ટ કરી અશ્લિલ પોસ્ટ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, જેસર તાલુકાના તાંતણિયા ગામ ખાતે દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા નજીરભાઈ ઓઢેજા પોતાની જાન JCBમાં વાજતે-ગાજતે ધામધૂમથી નીકળી પોતાના સાસરે પહોંચ્યા હતા, જેને જોઈ આજુબાજુનાં ગ્રામજનો તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો.


ગુજરાતીઓ વ્હારે આવશે! જામનગરની 7 મહિનાની હેતાંશીને ગંભીર બીમારી, 16 કરોડના ઇન્જેક્શનની છે તાતી જરૂર


નોંધનીય છે કે લગ્ન પ્રસંગ યાદગાર બનાવવા લોકો અવનવા કીમિયાઓ અજમાવતા હોય છે, જેમાં લોકો હેલિકોપ્ટર, બાઇક, મોંઘીદાટ કાર, ટ્રેક્ટરો, બળદગાડા, ઘોડાગાડી, ઊંટ ગાડીઓમાં પોતાની જાન જોડાવતા હોય છે, ત્યારે હવે એમાં જેસીબીનું નામ પણ ઉમેરાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube