ગુજરાતીઓ વ્હારે આવશે! જામનગરની 7 મહિનાની હેતાંશીને ગંભીર બીમારી, 16 કરોડના ઇન્જેક્શનની છે તાતી જરૂર
જામનગરના ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર -1 (SMA-1) નામની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે . તેમની સારવાર માટે હાલ ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં તબીબો ખડે પગે સારવાર આપી રહ્યા છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: રાજ્યમાં ગત દિવસોમાં એવા ઘણા બાળકો છે જેઓ ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે જામનગરમાં રહેતા પરિવારની માત્ર 7 મહિનાની બાળકી હેતાંશી SMA-1 નામની ગંભીર બિમારીથી પીડિત હોવાનું માલૂમ પડ્યું છે. તેના આ ગંભીર બિમારીના ઈલાજ અને ઓપરેશન માટે 16 કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી પરિવારજનો લોકો પાસે આર્થિક મદદ માટે અપીલ કરી રહ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરના ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર -1 (SMA-1) નામની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે . તેમની સારવાર માટે હાલ ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં તબીબો ખડે પગે સારવાર આપી રહ્યા છે. અત્યંત ગંભીર પ્રકારની આ બીમારીમાં સામાન્ય પરિવારને આવી પડેલ આફતમાં 16 કરોડ રૂપિયાના ઝોલ્જેન્સમાં ઇન્જેક્શનની સારવાર માટે તાતી જરૂર છે. તેવું તબીબો જણાવી રહ્યા છે.
7 મહિનાની હેતાંશીને નવજીવન આપવા માટે લોકો પણ આગળ આવે અને આ બાળકીને બચાવવાનીમાં જોડાઈ "હેતાંશીની વહારે આવો " અંતર્ગત ઇમ્પેકટગુરુના હેતાંશી માટે ચાલી રહેલા કેમ્પેનમાં યથાશક્તિ યોગદાન આપી નવજીવન આપવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં INR ટ્રાન્સફરની પણ મંજૂરી છે. ખાતાનું નામ: હેતાંશી ભટ્ટી - એકાઉન્ટ નંબર : 700701717365616 - IFSC કોડ: YESB0CMSNOC (B પછીનો અંક શૂન્ય છે અને N પછીનો અક્ષર 0 છે) - UPI ટ્રાન્ઝેક્શન માટે: supporthetanshi1@yesbankltd, યસ બેંક UPI દ્વારા દાન અને એકાઉન્ટ ટ્રાન્સફર ઇમ્પેક્ટગુરુ સાથે કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે