હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ફાર્માસી માટે પ્રેવશ માટેની JEE પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી અને મેડિકલ સંલગ્ન અભ્યાસક્રમો માટેની NEETની પરીક્ષાનો પ્રારંભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ફોનનું સીમ કાર્ડ અપગ્રેડ કરાવવું ગુજરાત સરકારના એક મહિલા અધિકારીને પડ્યું લાખોમાં


JEE પરીક્ષા તે જિલ્લાઓમાં 32 કેન્દ્રો ખાતે લેવાશે. જેમાં પેપર-1માં 35198 અને પેપર-2માં 18 કેન્દ્રો પર 2969 વિદ્યાર્થીઓ કુલ 38167 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. NEETની પરીક્ષા 10 જિલ્લાઓમાં 214 કેન્દ્રો ખાતે લેવાશે, જેમાં 80219 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોની કોરોનાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવશે. કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- નર્મદા ડેમની સ્થિતિ અને સી પ્લેન વિશે નીતિન પટેલે આપી મહત્વની માહિતી....


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે રીતે પૂરક પરીક્ષા લીધી છે તેવી જ રીતે આ પરીક્ષાઓ પણ લેવાશે. વિદ્યાર્થીઓને કોરોના દેખાશે તો તેને પરીક્ષા અત્યારે નહીં આપવા દેવામાં આવે અને તેની અલગથી વ્યવસ્થા કરાશે. ત્યારે આવતીકાલથી JEEની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર