અતુલ તિવારી/અમદાવાદ :દેશભરમાં આજથી JEEની પરીક્ષા (JEE 2020) નો પ્રારંભ થઈ ગયો છે. આજથી 6 સપ્ટેમ્બર સુધી JEEની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાતમાંથી 38 હજાર 167 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતના 13 જિલ્લાઓના 32 સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યે પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના કાળમાં આ પરીક્ષા ( JEE Main) લેવાઈ રહી છે ત્યારે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સુરતમાં સૌથી વધુ 6 પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યાં છે. રાજકોટ અને વલસાડમાં 4-4 પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા અને જામનગરમાં 3-3 પરીક્ષા કેન્દ્ર રખાયાં છે. આણંદ અને મહેસાણામાં 2-2 પરીક્ષા કેન્દ્ર, ભાવનગર, ગાંધીનગર અને હિંમતનગરમાં 1-1 સેન્ટર ફાળવવામાં આવ્યું છે. તો જૂનાગઢ અને નવસારીમાં 1-1 સેન્ટર ફાળવવામાં આવ્યું છે.


મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી એન્જિનિયરીંગના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની JEE (મેઇન્સ) ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એક દિવસમાં બે તબક્કામાં પરીક્ષા લેવાનાર છે. સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન પરીક્ષા લેવાશે. ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં 6 સપ્ટેમ્બર સુધી JEE ની પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં ગુજરાતનાં 32 કેન્દ્રો પર આજે જેઈઈની પરીક્ષા લેવામાં આવી રહી છે. ગુજરાતમાંથી 38,167 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજ્યના 13 જિલ્લાઓમાં 32 સેન્ટરો પર સવારે 9 કલાકના ટકોરે પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. 


ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, સૂકા પ્રદેશો પણ હવે જળબંબાકાર થવા લાગ્યા



હાલની કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓને વહેલા પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે, વરસાદ અને કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ અપીલ કરી હતી. આજે કોવિડને લગતી માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવાઈ રહી છે. સૌથી વધુ પરીક્ષા સેન્ટર સુરતમાં 6, રાજકોટ અને વલસાડમાં 4-4, અમદાવાદ, વડોદરા અને જામનગરમાં 3-3, આણંદ અને મહેસાણામાં 2-2 અને ભાવનગર, ગાંધીનગર, હિંમતનગર, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેન્દ્ર ફાળવાયું છે.