JEE Main 2024 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મંગળવારે JEE-Main 2024ના જાન્યુઆરી સત્રનું પરિણામ જાહેર કર્યું, જે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા (JEE Main 2024 પરિણામ) છે. કોટામાં ખાનગી કોચિંગના વિદ્યાર્થીઓએ JEE મુખ્ય પરીક્ષા 2024ના પરિણામોમાં તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. 6 વિદ્યાર્થીઓએ એકંદરે 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જ્યારે 4 વિદ્યાર્થીઓએ 300 માંથી પરફેક્ટ સ્કોર 300 મેળવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા શૈક્ષણિક સત્રથી ખાનગી સ્કૂલોમાં શું ફરી ફી વધશે? સરકારને પત્ર લખી કરી માંગ


JEE મેઈન પ્રથમ શેસનમાં રાજકોટનો મિત પારેખ ગુજરાત ટોપર, ગર્લ્સ કેટેગરીમાં દ્વિજા પટેલે ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE મેઈન પ્રથમ સેશન ( જાન્યુઆરી - 2024) ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ તેમાં રાજકોટનો મીત પારેખ 100 પર્સન્ટાઈલ સાથે ગુજરાત ટોપર રહ્યો છે. વિદ્યાર્થિની દ્વિજા પટેલે ગર્લ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. બંને વિદ્યાર્થીના પરિવારમાં હર્ષની લાગણી છવાય છે. બંને વિદ્યાર્થી JEE એડવાન્સ માટેની હવે તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં IIT -મુંબઈમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે. 


મનસુખ વસાવાએ કહ્યું; 'ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી'


મિત પારેખે JEE મેઈન પ્રથમ પ્રયાસે 300 માંથી 290 માર્કસ મેળવ્યા છે. તે જણાવે છે કે, 100 પર્સન્ટાઇલ સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેની ખૂબ જ ખુશી છે. છેલ્લાં 2 વર્ષમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ એમ ત્રણ વિષયમાં સારી મહેનત કરી હતી અને ઘણી બધી મોક ટેસ્ટ પણ આપી હતી. એને લીધે ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. હવે JEE એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો છું. મીતના પિતા વિક્રમભાઈ માર્કેટિંગ મેનેજર છે અને માતા જ્યોતિબેન ગૃહિણી છે. મીતની આ સિદ્ધિથી સંસ્થા અને પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.


PM મોદીએ 'પીએમ સૂર્ય ઘર યોજના'ની કરી જાહેરાત, દર મહિને 300 યુનિટ વિજળી મળશે મફત


JEE મેઈનની છેલ્લા 2 વર્ષથી તૈયારી કરતી દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયામાં ગર્લ્સમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જેને પણ 300 માંથી 290 માર્કસ છે પરંતુ પર્સન્ટાઈલ 99.99917 છે. દ્વિજાએ આટલું સારું પરિણામ મેળવ્યું એ માટે તેની અથાગ મહેનત જ છે. દ્વિજા પટેલે પોતાની સફળતાનું રહસ્ય ઉજાગર કરતા જણાવ્યું હતું કે, હું દરરોજ સવારે 8.30થી 1.30 દરમિયાન ભણવાનું, ત્યારબાદ બપોરે 2થી 2.30 વાગ્યા સુધી જમવાનું, સાંજે 4થી 8 વાગ્યા સુધી ઘરે ભણવાનું, પછી જમ્યા બાદ રાત્રે 9થી 12 સ્ટડી કરી છે. એટ્લે એવું કહી શકાય કે આ વિદ્યાર્થિની રોજના 24માંથી 12 કલાક અભ્યાસ કરે છે. દ્વિજાના પિતા ધર્મેશભાઈ શિક્ષક છે અને માતા કિરણબેન હાઉસવાઈફ છે.