માતા-પિતા કરે છે રસોઈનું કામ, દીકરો હવે બદલી નાખશે તેમની આખી જિંદગી
જાન્યુઆરીમાં લેવાયેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEE મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બી.ઈ. અને બી.ટેક.માં પ્રવેશ મેળવવા માટે લેવાતી પરીક્ષા દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ આપતા હોય છે
અતુલ તિવારી, અમદાવાદ : જાન્યુઆરીમાં લેવાયેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEE મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. બી.ઈ. અને બી.ટેક.માં પ્રવેશ મેળવવા માટે લેવાતી પરીક્ષા દરવર્ષે લાખો વિદ્યાર્થીઓ આપતા હોય છે ત્યારે આ વર્ષે સામાન્ય પરિવારમાંથી આવતા અરુણ લબાનાએ 99.86 પરસેન્ટાઇલ મેળવી પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. અરુણ લબાનાની સફળતાએ સાબિત કર્યું છે કે ભણવા માટે નથી કોઈ મોટા ઘરની કે પછી સારી સગવડોની જરૂર નથી હોતી. JEE મેઇન્સમાં અરુણ લબાનાની સફળતા ખાસ છે કારણ કે તેના માતા કવિતા લબાના અને પિતા અમૃત લબાના બંને બંગલામાં રસોઈ બનાવવાનું કામ કરે છે. રસોઈકામ મારફતે થતી આવકથી પરિવારનું ગુજરાન ચાલે છે તો આ આવકથી અરુણના માતા પિતાએ તેને અભ્યાસ પણ કરાવ્યો છે.
આ હેવાનો વાસનામાં બન્યા અંધ, પરિવારની દીકરીઓને પણ ન છોડી
અરુણના માતા થલતેજ નજીક આવેલા સ્વાગત પાર્કના એક બંગલામાં રસોઈ બનાવે છે અને આજ બંગલામાં માલિકે આપેલી નાની ઓરડીમાં 4 સભ્યોનો પરિવાર સાથે રહે પણ છે. આ રૂમમાં કોઈ પણ પ્રકારની વૈભવી સુવિધા નથી, છતાં અરુણે માતા પિતાની મહેનતને સફળ બનાવી બતાવી. અરુણ વિશે વાત કરતા તેના પિતા જણાવે છે કે તેમનો પુત્ર અભ્યાસમાં પહેલાથી જ હોશિયાર હતો. તેણે ધોરણ 10માં 90% અને ધોરણ 12માં 80% મેળવ્યા હતા. તેમનો દીકરો દેશની સારામાં સારી IIT માંથી કમ્પ્યુટર સાયન્સ વિષયમાં અભ્યાસ કરે તેવું સ્વપ્ન તેમણે જોયું હતું અને તેમનો પુત્ર તે દિશામાં આગળ વધી રહ્યો છે જેની તેમને ખુશી છે. પુત્રના અભ્યાસ માટે જે કાંઈ પણ કરવું પડે તે કરવા અરુણના માતા-પિતાએ તૈયારી દર્શાવી છે.
ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
વર્ષ 2003 માં અરુણના પિતા રોજગારી માટે રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અહીં બંગલામાં રસોઈનું કામ કરતા રહ્યા છે. હવે અરુણ JEE એડવાન્સની પરીક્ષામાં પણ સફળ થાય અને દેશની શ્રેષ્ઠ IIT માં અભ્યાસ કરે તેવી આશા સેવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે યોજાયેલી JEE મેઇન્સ પરીક્ષામાં કુલ 9 વિદ્યાર્થીઓએ 100 પરસેન્ટાઇલ મેળવ્યા છે. 7થી 9 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં દેશભરમાંથી 8.69 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 પછી દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે આઇઆઇટીમાં પ્રવેશ માટે વર્ષમાં બે વાર જે.ઇ.ઇ મેઇન્સ અને પછીથી જે.ઇ.ઇ એડવાન્સ પરીક્ષા લેવાતી હોય છે. આ બંને પરીક્ષા પૈકી જેમાં સર્વોચ્ચ પરિણામ હોય તેને માન્ય રાખવામાં આવે છે. આમ, એપ્રિલમાં લેવાતી જે.ઇ.ઇ મેઇન્સ-2ના પરિણામ બાદ જ રેન્કર પ્રમાણે યાદી જાહેર કરાશે. આ પછી સફળતા મેળવનાર ઉમેદવારો 17 મે, 2020 ના રોજ યોજાનાર જે.ઇ.ઇ એડવાન્સની પરિક્ષા આપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...