આ હેવાનો વાસનામાં બન્યા અંધ, પરિવારની દીકરીઓને પણ ન છોડી

આ બંને દીકરીઓથી અત્યાચાર સહન ન થતા તેમણે સમાજસેવકને વાત કરી હતી અને 181 અભયમમાં ફોન કરતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Updated By: Jan 20, 2020, 09:26 AM IST
આ હેવાનો વાસનામાં બન્યા અંધ, પરિવારની દીકરીઓને પણ ન છોડી

નરેશ ભાલિયા, વીરપુર : વીરપુરમાં પિતા અને કાકાએ બે સાવકી દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં છ મહિના પૂર્વે સગીરાને ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો. આ મામલામાં પોલીસે બંને નરાધમોને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ભરૂચમાં વીજ કંપનીનાં દરોડા, 35 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

આ ઘટનાની વિગતો જોઈએ તો વીરપુરમાં રહેતી 18 અને 16 વર્ષની સગીરા શનિવારે રાત્રે 9.30 વાગ્યે વીરપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાના પર છેલ્લા અઢી વર્ષથી સાવકા પિતા સુખદેવ બળદેવ વડગામા (ઉ.વ.50) તથા કાકા મુન્ના બળદેવ વડગામા (ઉ.વ.45) દુષ્કર્મ આચરતા હોવાની આપવીતી વર્ણવી હતી. આ બંને દીકરીઓથી અત્યાચાર સહન ન થતા તેમણે સમાજસેવકને વાત કરી હતી અને 181 અભયમમાં ફોન કરતા આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

અમદાવાદ: ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાનાં બહાને નવરંગપુરાનાં યુવક સાથે છેતરપીંડી

પોલીસે યુવતીની ફરિયાદ પરથી બંને નરાધમો સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીરાની માતાને 14 વર્ષ પૂર્વે તેનો પતિ છોડીને જતો રહ્યો હતો. પતિ રાતોરાત નાસી જતાં પરિણીતાની હાલત કફોડી બની હતી. મજૂરી કરી મહિલાએ એક વર્ષ સુધી ગુજરાન ચલાવ્યું પણ આખરે 13 વર્ષ પૂર્વે વીરપુરના સુખદેવ વડગામા સાથે બીજા લગ્ન કર્યા અને બંને પુત્રી સાથે તેની સાથે રહેતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...