જે હોદ્દાને મેળવવા IIT વિદ્યાર્થીઓના ચંપલ ઘસાઈ જાય છે, ગુજરાતના કરણે ચપટી વગાડતા મેળવ્યો
જેતપુરના ખાંટ રાજપૂત સમાજના એક યુવકે ગુજરાત તેમજ જેતપુરનું નામ રોશન કર્યું છે, પછાત સમાજમાંથી આવતા કરણ ગુજરાતીએ દેશમાં લેવાતી મુશ્કેલ પરીક્ષા GET પાસ કરી અને ગુજરાતમાં પ્રથમ નંબર સાથે અને દેશમાં 11 માં નંબર સાથે જાણો કણ છે કરણ ગુજરાતી...
નરેશ ભાલિયા/ જેતપુર: જેતપુરના ખાંટ રાજપૂત સમાજના એક યુવકે ગુજરાત તેમજ જેતપુરનું નામ રોશન કર્યું છે, પછાત સમાજમાંથી આવતા કરણ ગુજરાતીએ દેશમાં લેવાતી મુશ્કેલ પરીક્ષા GET પાસ કરી અને ગુજરાતમાં પ્રથમ નંબર સાથે અને દેશમાં 11 માં નંબર સાથે જાણો કણ છે કરણ ગુજરાતી...
રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા અને ખુબ જ મધ્યમ વર્ગમાંથી આવતા યુવક કરણ રમેશભાઈ ગુજરાતી કે જેણે આ વર્ષે 2021 ની GET ની પરીક્ષા આપી અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સાથે ગુજરાતમાં પ્રથમ નંબર આવીને દરેકને ચોંકાવ્યા છે. પ્રથમ તો GETની પરીક્ષા શું છે તે વિશે જાણીએ... GET એ ભારતમાં અને અન્ય બીજા 11 જેટલા દેશમાં લેવાતી ઉચ્ચ કક્ષાની પરીક્ષા છે અને તે પાસ કર્યા બાદ યુવકોને સરકારની ઉચ્ચ કક્ષાની કંપનીમાં વહીવટી અને પ્રથમ હરોળના અધિકારી તરીકે નોકરીની તક મળે. જે હોદા પર પહોંચતા સામાન્ય વ્યક્તિ કે IIT માં MBA થયેલા યુવકોને 10 થી 15 વર્ષ લાગે છે.
GET પાસ કર્યા બાદ વ્યક્તિ તરત જ ત્યાં પહોંચે છે, જે રીતે GET ની પરીક્ષા પાસ કરીને કારકિર્દી બને તેની સામે GET પણ એટલી જ અઘરી છે. આ પરીક્ષા પાસ કરવી કરણનું સ્વપ્ન હતું. કારણ કે, કરણ એન્જિનિયર બનીને જ્યાં નોકરી કરતો હતો ત્યાં તેના સાહેબને જોયા હતા અને જેમણે GET પરીક્ષા પાસ કરી હતી. તેમને જોઇને કરણને પ્રેરણા મળી હતી અને તેણે GET પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષ શરુ કર્યો અને ખુબ સરસ પરિણામ લાવીને બતાવ્યું છે કે, તે પણ કંઈક કરી શકે છે.
આ પણ વાંચો:- ધૈર્યરાજ જેવા ગુજરાતમાં 19 બાળકો છે, જેમનો જીવ સરકાર બચાવી શકે છે
GET ની પરીક્ષા પાસ કરવી તે સહેલી વાત નથી તેના માટે ખુબ જ મહેનત જોઈએ અને સતત કોઇનું પ્રોત્સાહન પણ જરૂરી છે. કરણને આ પરીક્ષા આપવા અને તેના માટે મહેનત કરવા માટે મુખ્ય તો તેના મોટા ભાઈએ ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. GET માટે દેશમાં ક્યાં સારા ક્લાસીસ છે તેની શોધ કરી આપી હતી. સાથે હાલમાં અભ્યાસ અને ભણતર મોંઘુ છે. ત્યારે GET ના ક્લાસીસની ફી પણ મોંઘી થઈ છે. આ બધી બાબતોમાં તેના માતા અને પિતાએ પણ ખાસ પ્રોત્સાહન આપ્યું હતું અને આગળ વધવા માટે હિંમત આપી હતી.
આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે વધુ એક જોખમ, આ કારણથી માસ્ક પહેરવું થયું વધુ ફરજિયાત
કરણ સૌરાષ્ટ્રના ખાંટ રાજપૂત સમાજમાંથી આવે છે. જે શૈક્ષણિક રીતે પછાત ગણાય છે સાથે કરણનો પરિવાર પણ નીચલા મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે. કરણના પિતા રમેશભાઈ એક ખાનગી શાળામાં હાઈ સ્કૂલમાં શિક્ષક હતા. જે હાલ નિવૃત છે અને માતા ગૃહિણી છે. એક મોટો ભાઈ જે બીજા શહેરમાં નોકરી કરે છે અને નાની બહેન જે હલા અભ્યાસ કરે છે. આવા મધ્યમ વર્ગીય પરિવાર અને જેતપુર જેવા નાના શહેરમાં જ્યાં GET ની પરીક્ષા કોને કહેવાય તે પણ ઘણા વિદ્યાર્થીઓ અને લોકોને ખબર ન હોય. ત્યાં આ અંગેનું માર્ગ દર્શન તો ક્યાંથી હોય, ત્યારે કરણના માતા પિતાએ ખુબજ વ્હાલા અને મહેનત કરી દીકરાના સ્વપ્નને પુરા કરવા ખાસ મહેનત કરી અને હાલ જ્યારે તેનું સપનું પુર્ણ થયું છે. ત્યારે હરખના આંસુ આંખમાંથી નીકળી જાય છે અને દીકરાની મહેનતના વખાણ કરે છે.
આ પણ વાંચો:- હવે આ લોકોને મળશે કોઈપણ પુરાવા વગર કોરોનાની રસી, સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય
GET ની પરીક્ષા પાસ કરીને ગુજરાતમાં ટોપર બનેલા અને દેશમાં 11 મોં નબર મેળવીને પણ કરણમાં કોઈ અભિમાન કે એટીટ્યૂડ જોવા નથી મળતો અને પોતાની વાત કરતા કહે છે કે, 2015 માં તેણે પ્રથમ વખત પરીક્ષા આપી હતી ત્યારે તે નાપાસ થયો હતો. તેમ છતાં તેણે ફરી પ્રયાસ કર્યો અને 4 વખત પરીક્ષા આપીને તે ટોપર બન્યો છે. પરીક્ષાની તૈયારી વિશે કહે છે કે, તેણે જેના કલાસ શરૂ કર્યા ત્યાં લોકડાઉન આવી ગયું અને મોટાભાગની તૈયારી તેણે ઘરે બેઠા કરી છે. જાતે જ પોતાની ભૂલો શોધી અને તેને સુધારીને આજે તે અહીં પહોંચ્યો છે. તેના માટે મહેનત સિવાય કોઈ ઉકેલ નથી.
આ પણ વાંચો:- અમદાવાદમાં ફરી આયશાવાળી થતા રહી ગઈ, એસીપીએ મહિલાને સાબમરતીમાં આત્મહત્યા કરતી બચાવી
GET માં ગુજરાતમાં ટોપ કરીને દેશમાં 11 મોં ક્રમ આવનાર કરણ ગુજરાતના વિદ્યાર્થી અને યુવાનોને પણ એજ કહેવા માંગે છે કે, હરીફાઈથી ગભરાવું નહીં અને મહેનત કરો તો ગમે તે કરી શકાય છે. માટે ગુજરાતના વિદ્યાર્થીઓએ ગભરાવું નહીં અને પ્લાનિંગ સાથે મહેનત કરે તો ગુજરાતીઓ પણ આગળ આવી શકે છે. કહેવત છે કે મન હોય તો માળવે જવાય, માટે જો મનથી નક્કી કરીલો તો કોઈ કામ અઘરું નથી. ત્યારે કરણ એક ઉદાહરણ છે કે જો મહેનત અને મન હોય તો કોઈ સીમાઓ બાંધી શક્તિ નહિ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube