નરેશ ભાલિયા/જેતપુર :સ્વામીનારાયણ સંપ્રદાયમાં તીર્થ ધામ તરીકે પ્રખ્યાત એવા જેતપુર ગાદી સ્થાન મંદિરને 220 વર્ષ પૂરા થયા છે, જેને પગલે મંદિરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ મંદિરનું મહત્વ શું છે અને ઇતિહાસ જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના જેતપુરનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનુ છે. જોવા જઈ તો સ્વામિનારાયણ ધર્મની વિધિવત શરૂઆત જેતપુરથી જ થઈ હતી એવું કહી શકાય. જયારે નીલકંઠ વરણીના સ્વરૂપે તેઓ ગુજરાત આવ્યા અને ત્યારબાદ તેવો સૌરાષ્ટ્રના જેતપુરમાં આવતા હતા, ત્યારે જેતપુરમાં ભાણા કાપડિયા અને હુનલ બાપુ દરબારને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામી (જેઓ ઓધવજીનો અવતાર કહેવાય) તેઓ અવારનવાર આવતા હતા. એક વખત સહજાનંદ સ્વામી એટલે કે સ્વામીનારાયણ ભગવાનને તેના ગુરુ રામાનંદ સ્વામીએ જેતપુર સ્વામીનારાણય મંદિરમાં સ્વામિનારાયણ ધર્મની ગાદીએ બિરાજમાન કરીને ગાદી સોંપી હતી. આ જ સમયે તેના શિષ્ય સહજાનંદ સ્વામીને બે વરદાન માંગવા માટે કહ્યું હતું. ત્યારે ભગવાન સ્વામીનારાયણે તેમના ભક્તો માટે વરદાન માંગ્યા હતા. જેને લઈને જેતપુર એ વરદાન ભૂમિ પણ કહેવાય છે. આમ, જેતપુર એ સ્વામીનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ કારણે તે સંપ્રદાયમાં તીર્થ ધામ તરીકે પણ પ્રખ્યાત છે.  


સ્વામીનારાયણ ધર્મના તીર્થ ધામ અને વરદાન ભૂમિ તરીકે ઓળખાતા જેતપુર સ્વામિનારાયણ મંદિરને 220 વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે અહીં તારીખ 9 થી વિવિધ ઉત્સવ ઉજવામાં આવશે. જેમાં લોક કલ્યાણ અર્થે 350 યુગલો હવનમાં બેસશે. સાથે સાથે કથા, લોક સાહિત્યના ડાયરાનું પણ આયોજન કરાયું છે. પૂજ્ય રમેશભાઈજી સહિતના કથાકારો પણ ખાસ હાજરી આપશે. ખાસ તો આ દિવસે મહિલા સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તારીખ 13 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.