નરેશ ભાલીયા/ જેતપુર: આજે એક એવા ખેડૂતની વાત કરવી છે કે, જેણે પોતાની જળહળતી કારકિર્દી છોડીને ખેતી શરૂ કરી છે. જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામના MBA થયેલા અને જૂનાગઢાં બેંકમાં ખુબજ સારી નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડી અને ખેતી કરીને ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા બદલાવ સાથે કામ કરીને દેશ અને વિદેશમાં પોતાની ખેત ઉત્પાદન વેચીને મોટા નફાની કમાણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ વર્ષે દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ


જેતપુર તાલુકાના દેવકી ગોલાળ ગામના અને પ્રથમ દ્રષ્ટિએ તો ખેડૂત જ લાગતા ચિરાગ સેલડિયાએ માર્કેટિંગમાં MBA કર્યું છે અને તેની જળહળતી કારકિર્દી હતી. તેઓ દેશની નામાકિંત બેંકની જૂનાગઢ બ્રાન્ચમાં ખુબજ સારા પગારથી નોકરી કરતા હતા. થોડા વર્ષ પહેલા ખેડૂત પુત્ર એવા ચિરાગને વિચાર આવ્યો કે, હવે પોતાની તમામ આવડત છે તેને પોતાની વારસાઈ એવી પરંપરાગત ખેતીમાં લગાડવી અને ખેતી શરૂ કરવી જોઇએ. પોતાના વતન એવા દેવકી ગોલાળ ગામે આવ્યા બાદ પોતાના બાપદાદાની 30 વીઘા જમીન ઉપર ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમણે પોતાની આવડત અને કૌશલ્યથી ખેતી કરી અને માર્કેટિંગની ખાસ રીતથી પોતાના નાના એવા ખેતરમાં ક્રાંતિ સર્જી છે.


આ પણ વાંચો:- ભારતને આજે વધુ 3 રાફેલ વિમાન મળશે, ફ્રાન્સથી સાંજે સીધા જામનગર એરબેઝ લેન્ડ થશે


ખુબ સારા અભ્યાસુ એવા ચિરાગે પેન અને લેપટોપ છોડી હાથમાં હળ, કોદાળી અને દવા છાંટવાનો પમ્પ પકડીને ખેતરમાં આવી ગયો હતો. રાત દિવસ ખેતી કામ કરતા થયા હતા. તેમાં પણ તેઓ પરંપરાગત ખેતી છોડીને કંઇક અલગ કરવાની નેમ સાથે ખેતી કરવાની શરૂઆથ કરી હતી. જેમાં તેઓ અત્યારના રાસાયણિક ખાતર વાપરવાના બંધ કરીને જૈવિક ખાતર તરફ વળ્યા હતા. આ સાથે તેઓ તેમણે ખેતરમાં સરગવો, સીતાફળ, હળદર, ચણાનું વાવેતર શરૂ કર્યું હતું. તેમાં પણ ચિરાગે ખાસ કંઇક અલગ કરવાની સાથે તેમણે આ તમામ ઉત્પાદનોનું મૂલ્યવર્ધિત થાય તે રીતે અલગ અળગ વસ્તુ બનાવવાની શરૂઆત કરી છે.


આ પણ વાંચો:- મતદાન આપણો હક્ક અને ફરજ: પત્નીના અંતિમ સંસ્કાર કરી પરિવાર સાથે કર્યું મતદાન


જેમાં સરગવામાંથી તેનો પાવડર, ટેબ્લેટ વગેરે બનાવી તેનું ઓનલાઇન માર્કેટિંગ પણ શરૂ કર્યું અને આ તમામ ઉત્પાદનો તેમણે નાના એવા ગામડામાં બેઠા બેઠા ઓનલાઇન વેચીને એક ક્રાંતિ સર્જી અને પોતાની આવક પણ ખુબજ વધારી છે. પરંપરાગત ખેતીની સાપેક્ષમાં તેની આવક ત્રણથી ચાર ગણી વધારે છે. ચિરાગ જે રીતે ખેતી કરે છે તે જોઇને આજના ભણેલા ગણેલા યુવાનો પણ પ્રેરિત થઈને ખેતી તરફ વળી રહ્યાં છે. ચિરાગ પાસેથી ખેતીની પદ્ધતિ શીખીને પ્રાકૃતિક ખેતી કરે છે. તે જોવાને તેની ખેતી કરવાની પદ્ધતિને શીખવા માટે અને લોકો અહીં તેમના ખેતરની મુલાકાત પણ લે છે.


આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકો પર સૌની નજર, મતદાન આંકડા કહે છે મતદારોનો ઉત્સાહ


મુલાકાત લીધા પછી અને તેની ખેતીની પદ્ધતિ જાણ્યા બાદ લોકો ખુબજ પ્રભાવિત થયા છે. આ રીતની ખેતી કરવા માટે પ્રેરિત થયા છે. જેતપુરના દેવકી ગાલોળ ગામના આ યુવાન ભણેલ ગણેલ ખેડૂતે આજના તમામ યુવા ધન અને યુવાન ખેડૂતોને એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે કે, જો આજનો યુવાન પોતાના અભ્યાસને પરંપરાગત ખેતી સાથે જોડે તો ક્રાંતિ સર્જીને એક ખેતીની નવી પદ્ધતિ સાથે અઢળક કમાણી કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube