આ વર્ષે દિવાળીના તહેવારમાં લોકોએ શું રાખવી તકેદારી, કોરોના કાળમાં કરો ખાસ કામ
Trending Photos
રક્ષિત પંડ્યા/ રાજકોટ: ગુજરાતીઓના નવા વર્ષને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારને લઇ લોકોએ શું તકેદારી રાખવી તે અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સૂચન આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીએ દિવાળી અને બેસતા વર્ષના દિવસે મીઠાઈ અને મુખવાસના બદલે એલચી, લવિંગ, ઉકાળો, લીંબુ અને હળદરવાળું દૂધ અસરકારક હોવાનું જણાવ્યું છે.
લોકોએ દિવાળીના તહેવાર પર કઈ રીતે સાવચેતી રાખવી તે અંગે રાજકોટ મનપાના નાયબ આરોગ્ય વિભાગના અધિકારી પંકજ રાઠોડએ જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. દિવાળી અને નવા વર્ષના દિવસે લોકો એકબીજાને ઘરે જઈને લોકો શુભેચ્છા પાઠવતા હોય છે. પણ હાલની કોરોનાની સ્થિતિમાં આ વખતે લોકોએ વધુ સાવચેતી સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવી પડશે.
આ સાથે મીઠાઈની જગ્યાએ કઠોળ વધુ ખાવા ખુબજ ફાયદાકારક છે. વધુમાં પંકજ રાઠોડે જણાવ્યું હતું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને મીઠાઈ, ઠંડા પીણા, મુખવાસ ખવડાવતાં હોય છે તેની બદલે જો આ વખતે મુખવાસમાં એલચી, તજ, લવિંગ, ખજૂર, આમળા તેમજ ખાણીપીણીમાં ઉકાળો, મોસંબીનું જ્યૂસ, હળદરવાળું દૂધ, લીંબુ, મધવાળું પાણી, નારિયેળ પાણી આપવામાં આવે તો એ લોકો માટે વધુ અસરકારક રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે