ઉદય રંજન/ અમદાવાદ: વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. વટવા પોલીસે બે સગીર સહિત ચાર આરોપીને ઝડપી એક લાખ છપ્પન હજારની કિંમતના ચોરીના 18 મોબાઇલ કર્યા છે. જોકે ચોરીના મોબાઈલ ક્યાં અને કોને વેચતા હતા કે અન્ય કોઈ ગુનામા વપરાતા હતા તેની તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની પુર્વઆયોજીત હત્યા, હત્યારાનું નામ ખુલતા ગ્રામજનોમાં આક્રોશ


વટવા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ દુર્ગાકરમ લોહાર અને વિક્રમ મહતો છે. જે બન્ને આરોપી પોતાની સાથે બે સગીર બાળકોને રાખી મોબાઈલ ચોરી કરાવતા હતા. આરોપી ભીડભાડ વાળી જગ્યા પર સગીરોને સાથે રાખી મોબાઈલ ચોરી કરાવી ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપી પાસેથી 1.56 લાખના 18 મોબાઇલ કબ્જે કર્યા છે. આરોપી ઝારખંડથી વિમાન મારફતે અમદાવાદ ચોરી કરવા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી આરોપી પહેલા કેટલી વખત ચોરી કરી ચુક્યા છે તેની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:- વડોદરાની સેન્ટ્રલ જેલમાં થઈ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા


મહત્ત્વનુ છે કે, ચોરીના ગુનામાં ઝડપાયેલા સગીર આરોપી મોબાઈલની ચોરી કરી દુર્ગાકરમ અને વિક્રમને સોપી દેતા હતા. બાદમા બીજો મોબાઈલ ચોરી કરતા હતા. પરંતુ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સગીરને ચોરીના સિમકાર્ડ વિનાના મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતો. તેની પુછપરછ કરતા અન્ય બે આરોપી જમાલપુર પાસેથી રંગેહાથ મોબાઈલ ચોરી કરતા ઝડપાયા હતા. જેમની તપાસ કરતા અમદાવાદ, વડોદરા સહિતના ચોરીના મોબાઈલ કબ્જે કરવામા આવ્યા છે.


આ પણ વાંચો:- 15 ઓક્ટોબરથી ફરી એકવાર શરૂ થશે થિયેટર, આ રીતે કરવામાં આવશે સીટિંગ વ્યવસ્થા


પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી પરંતુ ચોરીના આરોપી ક્યા અને કોને વેચતા હતા તે અંગે તપાસ હાથ ધરી છે. કારણ કે ઝારખંડ ઓનલાઈન છેતરપિંડીનું એપી સેન્ટર છે. માટે ચોરીના મોબાઈલ અન્ય ગુનામાં ઉપયોગ કરવામાં આવે છે કેમ. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube