નવી દિલ્હી :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બીજેપીની બાઇક રેલી દરમિયાન કેટલાક લોકો બીજેપી કાર્યકર્તાઓની ટોપી અને સ્કાર્ફ ખેંચીને હવામાં ઉડાવી દેતા નજરે ચડે છે. વીડિયોમાં બીજેપીમાં ઝંડો પણ હવામાં ઉડાવી દેવામાં આવ્યો હોય એણ નજરે ચડે છે. આ વીડિયોની પુષ્ટિ તો અમે નથી કરી રહ્યા પણ એને વડગામથી અપક્ષ તરીકે લડી રહેલા જિજ્ઞેશ મેવાણીએ શેર કર્યો છે. તેનો દાવો છે કે આ ભીડે બીજેપી કાર્યકર્તાઓનું આવી રીતે સ્વાગત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિજ્ઞેશે આ વીડિયો શેર કરતી વખતે લખ્યું છે કે , 'મિત્રો ગુજરાતનો આ વીડિયો જરૂર જુઓ, જનતા બીજેપીથી એટલી પરેશાન છે કે વોટ તો સાઇડમાં રહી જશે. જનતાએ બીજેપી કાર્યકર્તાની ટોપી અને સ્કાર્ફ કાઢી નાખ્યા છે. જો બીજેપીએ વિકાસ કર્યો હોત તો કાર્યકર્તાઓનું આવું સ્વાગત ન થયું હોત.'



દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ આખરે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી જિજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી કરી છે. વડગામ બેઠક પર મેવાણીને કૉંગ્રેસે સમર્થન આપ્યું છે. કોંગ્રેસે તેના ઉમેદવારને પાછો ખેચવાનો નિર્ણય કર્યો છે, તો ભાજપમાંથી વિજય ચક્રવર્તીએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ સામે મોરચો માંડનારા જિજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે, વડગામ બેઠક પર ભાજપના વિજય ચક્રવર્તી અને અપક્ષ જિજ્ઞેશ મેવાણી બન્ને આયાતી ઉમેદવાર છે ત્યારે જોવાનું એ રહે છે કે, મતદારોનો ઝોક કઇ તરફ રહે છે.