આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીન

Gujarat Earthquake : ગુજરાતમાં વધ્યો ભૂકંપનો ભય...છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા..આ વર્ષના ઓક્ટોબર મહિનામાં આવ્યા સાત નાના-મોટા ભૂકંપ

આખા ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું, ફાટી ગઈ જમીન

Patan Earthquake : શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દૂર નોંધાયું હતું. શુક્રવારે રાતે 10 કલાક અને 15 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. અંદાજે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરા ધ્રૂજી હતી. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું છે. સેવાળા ગામની સીમ આવેલમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. 

  • શુક્રવારે રાતે ક્યાં ક્યાં આવ્યો હતો આંચકો
  • પાટણ, પાલનપુર, અંબાજીમાં ભૂકંપનો આંચકો 
  • વડગામ, અમીરગઢ, દાંતા, ડીસામાં ભૂકંપ
  • મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો 
  • અમદાવાદના નવા વાડજ અને નરોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો પણ આચંકો અનુભવાયો 

અડધા ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા 
મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વાયુવેગે વાત પ્રસરી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના 10.20 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનનું અનુભવાયું હતું. આ  ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો. 

ખેતરમાં નીકળ્યું ભૂકંપનું કેન્દ્ર બિંદું
પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ સેવાળા ગામ નીકળ્યું છે. સેવાળા ગામની સિમમાં ખેતરોમાં કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. ખેતરમાં જ્યાં કેન્દ્ર બિંદુ મળી આવ્યું, ત્યાં નજીક જમીનમાં ફાટ જોવા મળી. જેથી ગામના લોકો કેન્દ્ર બિંદુને જોવા મોટી સંખ્યામાં પહોંચ્યા. સેવાળા ગામ માં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.

જ્યાં કેન્દ્ર બિંદું મળ્યું ત્યાં ભયનો માહોલ ફેલાયો 
ગતરાત્રે સમગ્ર રાજ્યમાં અનુભવાયેલ ભૂંકપ બાદ ઝી 24 કલાક પાટણને સેવાળા ગામ ખાતે આવેલ ભૂકંપના કેન્દ્ર બિંદુ ખાતે પહોંચ્યું હતું. ગતરાત્રે અહીંથી અડધા ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્રબિંદુ પાટણના ચાણસ્મા તાલુકાનું સેવાળા ગામ રહ્યું હતું. પાટણથી 13 કિમીનાં અંતરે સેવાળા ગામ આવેલું છે. ગ્રામજનોમાં હજુ પણ ભયનો માહોલ જોવા મળે છે. ભૂકંપના કેન્દ્ર બિંદુ ખાતે કોઈ નુકસાની દેખાતી નથી. 

ગુજરાતમાં ભૂકંપનો ભય વધ્યો...
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ભૂકંપનો ભય વધ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ભૂકંપના આંચકા સિમિત હતા, હવે ઉત્તર ગુજરાતમા પણ ભૂકંપનો ભય પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા 11 મહિનામાં 2.5થી વધુ તીવ્રતાના 12 આંચકા આવ્યા છે. જેમાં 2.5 થી 4.1ની તીવ્રતા વાળા આંચકા અનુભવાયા છે. આ વર્ષે પાંચ આંચકાની તીવ્રતા 4 અંકથી વધુ રહી છે. આ વર્ષના ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં સાત નાના-મોટા ભૂકંપ આવ્યા છે. ભૂકંપની દ્રષ્ટિએ કચ્છ સૌથી વધુ જોખમી વિસ્તાર છે. કચ્છમાં સંખ્યાબંધ ફોલ્ટલાઈન સક્રિય હોવાથી અહીં સતત ભૂકંપ આવતો રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news