‘ઝુકેગા નહી...’ પોલીસ જીપમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરી પુષ્પા સ્ટાઈલ
ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે જિગ્નેશ મેવાણીનો પુષ્પા સ્ટાઈલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામા આવ્યો છે. જિગ્નેશ મેવાણી પુષ્પાના સ્ટાઈલમાં ‘મેં ઝુકેગા નહિ’ એક્શન કરતા જોવા મળ્યા હતા. જોકે, તેમણે પોલીસની ગાડીમાં બેસીને જ આ પોઝ આપ્યો હતો.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે જિગ્નેશ મેવાણીનો પુષ્પા સ્ટાઈલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામા આવ્યો છે. જિગ્નેશ મેવાણી પુષ્પાના સ્ટાઈલમાં ‘મેં ઝુકેગા નહિ’ એક્શન કરતા જોવા મળ્યા હતા. જોકે, તેમણે પોલીસની ગાડીમાં બેસીને જ આ પોઝ આપ્યો હતો.
પીએમ મોદી વિરુદ્ધ કરી હતી ટિપ્પણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વીટ કરવા બદલ કેસ નોંધાયો હતો. તેમજ તેમણે આરએસએસને સંબોધીને પણ એક ટ્વીટ કરી હતી. જેને પગલે જિગ્નેશ મેવાણી સામે સેક્શન 120બી, સેક્શન 153એ, 295એ, 504 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આસામ પોલીસ દ્વારા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાત્રે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણી ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા. જેના બાદ તેમને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરાઈ હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતા.
આ પણ વાંચો : માર્કેટમાંથી તૈયાર લોટ ખરીદીને ખાતા હોય તો સાવધાન, તમારું લીવર ચીરી નાંખશે
પોલીસની ગાડીમા સ્ટાઈલ મારી
આસામ પોલીસ અમદાવાદથી એરપોર્ટ દ્વારા જિગ્નેશ મેવાણીને આસામ લઈ ગઈ હતી. ત્યારે પાલનપુરથી જિગ્નેશ મેવાણીને પોલીસની ગાડીમાં બેસાડાયા હતા, ત્યારે તેમણે પુષ્પા સ્ટાઈલ કરી હતી. આજુબાજુ પોલીસ કર્મચારીઓની વચ્ચે તેમણે ‘મેં ઝુકેગા નહિ’ ની એક્શન કરી હતી. તેમની આ સ્ટાઈલ હાલ ચર્ચામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા જિગ્નેશ મેવાણીને છોડવા પ્રદર્શનો
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધ સહિત વિવિધ મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘લોકશાહી બચાવો- સંવિધાન બચાવો’ અંતર્ગત મૌન-ધરણાં યોજાયા હતા. રાજ્યમાં વિવિધ શહેરોમાં આ પ્રકારે વિરોધ પ્રદર્શનો કરાયા હતા.
આ પણ વાંચો :