આવી કોલેજ હોય તો વાલીને ચિંતા જ ન થાય, વિદ્યાર્થીનીઓની હાજરીનો મેસેજ મોકલે છે

આવી કોલેજ હોય તો વાલીને ચિંતા જ ન થાય, વિદ્યાર્થીનીઓની હાજરીનો મેસેજ મોકલે છે
  • વિદ્યાર્થીનિઓ કોલજમાં ક્યારે પ્રવેશી ક્યારે છૂટી તેનો વાલીઓને મેસેજ મોકલાશે
  • રાજ્યમાં કણસાગરા મહિલા કોલજ દ્વારા સિસ્ટમ વિકસાવવામાં આવી
  • કણસાગરા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલએ આધુનિક ટેકનોલોજી વિકસાવી

ગૌરવ દવે/રાજકોટ :કોલેજ જતી દીકરીઓ માટે દરેક વાલીઓ ચિંતિત હોય છે. દીકરી કોલેજ પહોંચી કે નહિ, પરત ક્યારે આવશે તેવા સવાલો માતાપિતાને મૂંઝવે છે. ત્યારે હવે વાલીઓની ચિંતા દૂર કરવા અને દીકરીઓની સુરક્ષા માટે રાજકોટની કણસાગરા મહિલા કોલેજ નવતર પ્રયોગ અપનાવ્યો છે. જેમાં વિદ્યાર્થિની કોલેજમાં ક્યારે પ્રવેશી અને ક્યારે છૂટી તેનો વાલીઓને મેસેજ કરવામાં આવાશે. 

વિદ્યાર્થીનીએ આવતાજતા પંચ કરવું
કણસાગરા મહિલા કોલેજે એક ખાસ સોફ્ટવેર આધારિત સિસ્ટમ વિકસાવી છે. જેમાં વિદ્યાર્થિની જ્યારે કોલેજમાં પ્રવેશે ત્યારે અને કોલેજમાંથી છૂટે ત્યારે સિસ્ટમમાં પંચ કરવાનું રહેશે. જેનાથી વિદ્યાર્થિની ક્યારે કોલેજમાં પહોંચી અને ક્યારે કોલેજથી છૂટી તેનો મેસેજ સીધો વાલીને મોબાઈલમાં મળી જશે. 

No description available.

કોલેજમાં આવી ચાર સિસ્ટમ મૂકવામાં આવી છે. જેમાં કોલેજની 2800 વિદ્યાર્થિનીને આ સિસ્ટમમાં હાજરી પૂરવાના કાર્ડ અપાયા છે. જેમાં હાજરી પૂર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેનો મેસેજ મોકલી દેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિનીએ કોલેજ બંગ કરી હશે તો પણ વાલીઓને ગેરહાજર રહ્યાનો મેસેજ મોકલવામાં આવશે. ત્યારે વાલીઓએ પણ નવતર પ્રયોગને આવકારી રહ્યા છે. અને દરેક યુનિવર્સિટી, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ તેવું વાલીઓ કહી રહ્યા છે.

No description available.

વાલીને ગેરહાજરીનો મેસેજ પણ જશે 
સાથે જ સ્કૂલમાં 100 ટકા હાજરી લાવવા માટે પણ આ પ્રયાસ કારગત નીવડી શકે છે. ઘરે મેસેજ જતા વિદ્યાર્થીનીઓ ક્લાસ બંક નહિ કરી શકે. તેમના કોલેજમાંથી છૂટ્યાનો સમય અને તારીખ સાથેનો મેસેજ તેમના ઘરે પહોંચી જાય છે. પંચિંગ કર્યાની ગણતરીની મિનિટમાં જ વાલીઓને દીકરીના આવવા-જવા અંગેની મેસેજ મોકલી દેવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થિની કોલેજ બંક કરી હશે તો વાલીને ગેરહાજર રહ્યાનો મેસેજ જશે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news