અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. ત્રણેયને કોંગ્રેસનું સમર્થન પણ છે. જો કે જિજ્ઞેશ મેવાણીએ વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીતી પણ ગયાં. ચૂંટણીના પરિણામો આવી ગયા અને ભાજપને સારો એવો ફટકો પડ્યો. ભાજપની સરકાર તો બની રહી છે પરંતુ બેઠકો 99 સુધી પહોંચી ગઈ. જેને લઈને જિજ્ઞેશ મેવાણી હાલ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે પીએમ મોદી પર પર્સનલ એટેક કર્યો હતો. જો કે તે નિવેદનની ખુબ આલોચના પણ થઈ. હવે જિજ્ઞેશે ફરીથી આવી જ એક ટ્વિટ કરીને ચર્ચા ઊભી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે જિજ્ઞેશે ફિલ્મી સ્ટાઈલ અપનાવીને શોલે ફિલ્મની સ્ટાઈલથી ટ્વિટ કરી છે. જેમાં ખુબ લોકપ્રિય ગબ્બર ડાઈલોગનો ઉપયોગ કર્યો છે. જિજ્ઞેશે ટ્વિટ કરીને  લખ્યું છે કે કિતને આદમી થે? સરદાર તીન- જિજ્ઞેશ, હાર્દિક, અલ્પેશ, વો તીન થે ઓર તુમ 3 મુખ્યમંત્રી, એક રાષ્ટ્રીય અધ્યક્ષ, 17 સાંસદ ઓર 25 મંત્રી. ફિર ભી હમ 2 ડિજિટમેં આ ગયે. 



ઝી 24 કલાકને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જિજ્ઞેશ મેવાણીએ પીએમ મોદી પર વ્યક્તિગત પ્રહારો કર્યા હતાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 100થી ઓછી બેઠકો આવવા પર જિજ્ઞેશે પીએમ મોદીને રાજકારણમાંથી સન્યાસ લઈ લેવાની સલાહ આપી દીધી હતી. જિજ્ઞેશે પીએમ મોદીના 56 ઈંચની છાતીવાળા નિવેદન ઉપર પણ ટિપ્પણી કરી. ગુજરાતમાં ભાજપની 150થી વધુ બેઠકો ન આવવા બદલ જિજ્ઞેશે પીએમ મોદીને હિમાલય પર જતા રહેવાની સલાહ આપી દીધી. એટલું જ નહીં પરંતુ ઝી 24 કલાકને આપેલા ઈન્ટરવ્યુમાં જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હજુ તેઓ પોતાના નિવેદન પર અટલ છે.