રાજકોટ :  રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચિંતાજનક સ્થિતી બનાવી છે. એકબાજુ કોરોનાના કેસોની સંખ્યામાં ફરીથી એક હજારને પાર થઇ ચુકી છે. ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો તોડી રહ્યાના બનાવો બની રહ્યા છે. જૂનાગઢના કેશોદમાં કેશોદ જીગ્નેશ મેવાણીએ ગઇકાલે સભા યોજી હતી. જેમાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા દેખાયા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે મહિસાગરમાં સંતરામપુરા એમએલએ દ્વારા નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોને મળ્યા હતા. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દેખાયા હતા. આ મહામારીની પરિસ્થિતીમાં જો નેતાઓ જ પોતાની જવાબદારી ભુલીને નિયમો તોડશે તો પ્રજા તેમની પાસેથી તે જ શીખશે.

જીગ્નેશ મેવાણીએ જૂનાગઢ તાલુકાના શહેરોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંગઠન મજબુત કરવા કાર્યકરો સાથે સભા કરીને મુલાકાત યોજી હતી. જેમાં ઇન્દિરા નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં સભા સ્થળે લોકો ઉમટ્યા હતા. આ સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા તો ઉડ્યા હતા પરંતુ અનેક લોકો માસ્ક વગર પણ ફરી રહ્યા હતા. નિયમોની ડાકલી વગાડતા રહેતા જીગ્નેશ મેવાણીએ પોતે પણ માસ્ક ઉતારીને દાઢી પર પહેર્યું હતું. તેણે પણ લોકોને દુર રહેવા કે માસ્ક પહેરવા માટેની તસ્દી લીધી નહોતી. આટલું ઓછુ પડતું હોય તેમ જે પણ લોકો આવે તેની સાથે તે હાથ મિલવતો રહ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube