અમદાવાદ : શહેરના અતિધનાઢ્ય ગણાતા વિસ્તાર વાસણામાં જીજાજી અને સાળીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ પણ દાખલ થઇ હતી. જીજાએ પોતાની જ સાળીને વોટ્સએપમાં બિભત્સ મેસેજ કરતા વિવાદ થયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેના પગલે પોલીસે બનેની વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરીને તપાસ આદરી હતી. વાસણામાં રહેતી એક પરિણીત યુવતી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં તેની જ બહેને ફરિયાદ દાખલ કરાવતા ચકચાર મચી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ત્રીજી લહેરની ગુજરાતમાં શરૂઆત, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ


યુવતીએ પોતાના જ જીજાજી પર છેડતીના આક્ષેપો કરતી અજી કરી હતી. યુવતીનો આક્ષેપ હતો કે તેના જીજાજીએ તેને મેસેજ મોકલ્યા હતા. જે મુદ્દે જીજાજીના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે યુવતી કે જે અલગ અલગ રાજકીય પાર્ટી સાથે પણ જોડાયેલી છે અને અલગ અલગ રાજકીય કાર્યક્રમોમાં પણ જોવા મળે છે અને પોતે સમાજસેવી હોવાનો દાવો કરે છે તેના જીજાજી તથા બહેન સાથે ઝપાઝપી કરીને ધમકી આપી હતી. 


AHMEDABAD મા ઉપરી અધિકારીના ત્રાસથી કાંકરિયા કિડ્સ સિટીના મેનેજરનો આત્મહત્યાનો પ્રયાસ


યુવતીનો આક્રોશ હતો કે તેના જીજાજી સતત તેને મેસેજ કરીને પરેશાન કરી છે. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ નથી થઇ રહી. જેના કારણે પોલીસ સ્ટેશનમાં જ જપાજપી કરતા પોલીસે ફરિયાદી યુવતી સામે જ ફરિયાદ દાખલ કરીને તેની સામે મારામારી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેના પગલે હવે જીજો અને સાળી બંન્નેની ધરપકડ થઇ ચુકી છે. હાલ બંન્ને જેલની હવા ખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ યુવતીના અનેક નેતાઓ સાથે ફોટા પણ જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube