કોરોનાની ત્રીજી લહેરની ગુજરાતમાં શરૂઆત, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

ગુજરાતી કોરોનાની ત્રીજી લહેર મુદ્દે ગભરાઇ રહ્યા છે. વિવિધ નિષ્ણાંતોની આગાહી અનુસાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે. તેવામાં નાગરિકો પણ જાણે થોડા બિન્દાસ્ત બન્યા હોય તે પ્રકારે તહેવારોની સિઝનમાં બહાર ફરવા માટે નિકળી પડ્યાં છે. પછી તે ગુજરાતના પ્રવાસન ધામો હોય કે ગુજરાતની આસપાસના રાજ્યોનાં પ્રવાસન ધામ હોય તમામ સ્થળે માત્ર અને માત્ર ગુજરાતીઓ જ જોવા મળી રહ્યા છે. 

કોરોનાની ત્રીજી લહેરની ગુજરાતમાં શરૂઆત, પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ

રાજકોટ : ગુજરાતી કોરોનાની ત્રીજી લહેર મુદ્દે ગભરાઇ રહ્યા છે. વિવિધ નિષ્ણાંતોની આગાહી અનુસાર ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ છે. તેવામાં નાગરિકો પણ જાણે થોડા બિન્દાસ્ત બન્યા હોય તે પ્રકારે તહેવારોની સિઝનમાં બહાર ફરવા માટે નિકળી પડ્યાં છે. પછી તે ગુજરાતના પ્રવાસન ધામો હોય કે ગુજરાતની આસપાસના રાજ્યોનાં પ્રવાસન ધામ હોય તમામ સ્થળે માત્ર અને માત્ર ગુજરાતીઓ જ જોવા મળી રહ્યા છે. 

રાજકોટમાં રહેલી પ્રતિષ્ઠિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 1170 લોકો પર થયેલા સર્વે અનુસાર તહેવારોમાં લોકો ફરવા નીકળતા કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જે પ્રકારે લોકો તમામ નિયમોને નેવે મુકીને ન માત્ર બહાર ફરી રહ્યા છે પરંતુ સેંકડો લોકો એકત્ર થઇ રહ્યા છે તે, ખુલ્લું કોરોનાને આમંત્ર છે. કોરોનાની ત્રીજી લહેરની આ શરૂઆત હોઇ શકે છે. 68 ટકા લોકોને તહેવારો બાદ કોરોના વકરે તેવી ચિંતા સતાવી રહ્યા છે. 69 ટકા લોકોએ સ્વિકાર્યું કે, વેક્સીન જ ત્રીજી લહેર સામે રક્ષણ આપી શકે છે. 62 ટકા લોકોએ કોરોના ન વકરે તે માટે તહેવારોમાં પણ બહાર જવાના બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. 

ગ્રામ્ય વિસ્તારનાં 72 ટકા લોકો સામુહિક રીતે તહેવારો ઉજવવાની તરફેણમાં જોવા મળ્યા. ગ્રામ્ય લોકોનું માનવું છે કે, સામાજિક સંબંધો ટકાવવા માટે એક બીજા સાથે હળવું મળવું ખુબ જ જરૂરી છે. જો કે શહેરી લોકોએ આનાથી વિપરિત જાન હે તો જહાન હે નું સુત્ર અપનાવ્યું હતું. તેમણે હાલ તોકોરોનાની ત્રીજી લહેરની શક્યતાને જોતા કોઇ પ્રકારનાં ગેધરિંગનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. ઘરમાં પોતાના પરિવાર સાથે જ ઉજવણી પર પસંદગી ઉતારી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news