ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પ્રશાંત કિશોર સક્રિય થયા છે અને તેઓ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલને પાર્ટીમાં જોડવા અંગે એક રણનીતિ ઘડી છે. આ મુદ્દો હાલ હોટફેવરિટ છે, ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કોઈ પણ પાર્ટી કામ માટે કોઈને પણ લાવી શકે છે. કોંગ્રેસ સક્ષમ નથી એટલે બીજાનો સહારો લેવો પડે છે. કોંગ્રેસે અત્યારથી જ મેદાન છોડી દીધું છે. આગામી સમયમાં ગુજરાતની જનતા ભાજપને વિજયી બનાવીને  આશીર્વાદ આપશે. 2022માં પણ કોંગ્રેસ ખરાબ રીતે હારશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે બક્ષીપંચ માટે કોઈ વાત કરી શકે એમ નથી. બંધારણીય હક ભાજપે આપ્યો છે. કોઈ એક વિભાગ કે નિગમની કરવામાં આવેલી જોગવાઈ ઉપરાંત અનેક યોજનાઓ દ્વારા વિવિધ સહાય કરવામાં આવી છે. બક્ષીપંચ સમાજને મુખ્ય પ્રવાહમાં ભેળવવાનું કામ ભાજપે કર્યું છે. ગરીબકલ્યાણ મેળા યોજીને વચેટીયાઓ નાબૂદ કર્યા છે. કોંગસના શાસનમાં ફોર્મ ભરવાના પૈસા લેવાતા હતા. બક્ષીપંચ સમાજના લોકોના ખાતા ખોલાવી એમના ખાતામાં સહાય જમા થાય એમ કર્યું છે.


સૌથી મોટી આગાહીથી ગુજરાતીઓમાં ફફડાટ! કેટલાંક વિસ્તારોમાં આકાશમાંથી અંગારા વરસશે!


જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, વિધાનસભાના ફ્લોર પર જૂઠું બોલવું કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, છેલ્લા 2 વર્ષથી ઠાકોર કોળી સમાજને એક પણ સહાય મળી નથી એ ખોટી વાત છે. પૂરક બજેટ માંગણીનો કોંગ્રેસ કેમ વિરોધ કરે છે??? બક્ષીપંચ સમાજ ભોળો સમાજ છે. 22- 23 વર્ષના બજેટમાં 19 કરોડ રૂ. લાભાર્થીને મળવાના છે. ગોપાલક વિકાસ નિગમ 2020 21 માં 819 લાભાર્થીને 10 કરોડ જેટલું લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે. વકફ બોર્ડ માં 20-21માં અને 21-22માં 764 કરોડનું લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે.


પેપર લીક મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું બને જુદી વાત છે. ભાજપની સરકાર કોઈ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે રીતે કામ કરી રહી છે. પેપર બહાર વેંચતા હોય તો પેપરલીક કહેવાય.. તેમણે કબલ્યૂ હતું કે, પાલીતાણામાં ગેરરીતિનો કેસ નોંધાયો છે. હરદેવ પરમાર નામનો ઉમેદવાર પરીક્ષા આપતો હતો. તેણે નિલેશ ચૌહાણે જે એકેડેમિક ચલાવે છે એ ને પ્રશ્ન સોલ્વ કરવા આપ્યો.. એ રીતે પેપરમાં ગેરરીતિ કરવામાં આવી છે. આ કોપી કેસ છે. વહીવટી તંત્ર દ્વારા fir દાખલ કરવામાં આવશે. સમય પહેલા પેપર મળ્યું હોય તો પેપરલીક કહેવાય. ઉમેદવારને નુકસાન ના થાય તે માટે સરકાર કામ કરે છે.


'2022માં ગુજરાત, 2023માં રાજસ્થાન અને 2024માં હિન્દુસ્તાન જીતીશું': સતીશ પુનિયા


નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા મુદે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ પાર્ટી કોઈ પણને પોતાના પક્ષમાં લાવી શકે છે. ભાજપ મજબુત પાર્ટી છે. કોઈ ક્યારે કોઈને હાયર કરે??? આ જનતાનું મેદાન છે. 22 માં પણ કોંગ્રેસ હારવાની છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube