સૌથી મોટી આગાહીથી ગુજરાતીઓમાં ફફડાટ! કેટલાંક વિસ્તારોમાં આકાશમાંથી અંગારા વરસશે!
આજે અમદાવાદમાં પણ આખો દિવસ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. 41 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 દેવો અનુભવ થતો હતો. રાજ્યના 10 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોધાયું હતું. અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. આજે બપોરે 41 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા-પીણાંના સહારે છે. રાજકોટમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ સરબત, લચ્છી, સાકર ટેટીનું જ્યુસ સહિતનું સેવન કરી રહ્યા છે. બીજી બાજુ રાજકોટ મનપાએ પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં હિટવેવ રહેશે. હજુ માર્ચ મહિનાની શરૂઆતમાં જ રાજકોટવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હિટવેવ રહે તેવી આશંકા છે. ચૈત્ર મહિનાના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે પ્રખર અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તે પ્રકારે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે.
'2022માં ગુજરાત, 2023માં રાજસ્થાન અને 2024માં હિન્દુસ્તાન જીતીશું': સતીશ પુનિયા
આજે અમદાવાદમાં પણ આખો દિવસ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. 41 ડિગ્રી ગરમી હોવા છતાં 42-43 દેવો અનુભવ થતો હતો. રાજ્યના 10 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ તાપમાન નોધાયું હતું. અમરેલી અને જૂનાગઢમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે દરિયાકાંઠે હોવા છતાં અને પર્યટન સ્થળ હોવા છતાં પણ દીવમાં 41 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે. તેના કારણે પ્રવાસીઓ કંટાળી ગયા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારબાદ ત્રણ દિવસ સુધી 2થી 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે. તા.31 માર્ચના રોજ પોરબંદર અને કચ્છમાં, તા. 1-4ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ, તા.2ના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્ર નગર, અમરેલી, કચ્છમાં હીટવેવ રહેશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં માર્ચ મહિનાની અંતમાં 41.3 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે