અમદાવાદ : હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટંટ પદ માટે ભરતી કરવાની છે. આ ભરતીમાં 767 ઉમેદવારોની પસંદગી થશે. આ પોસ્ટ માટે ઉમેદવારે સ્નાતકની ડિગ્રી મેળવી હોય તેમજ કોમ્પ્યુટર ચલાવતા આવતું હોય એ જ અરજી કરી શકે છે. આ આસિસ્ટન્ટ પદની 767 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને 19,900થી 63,200 રૂપિયાનો પે સ્કેલ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિ આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, પછી કદાચ ક્યારેય નહીં મળે આવો ચાન્સ


આ પરીક્ષા પછી કુલ પદ માટે જનરલ કેટેગરીના 408 ઉમેદવારો, SEBCના 196 ઉમેદવાર, SCના 37 અને STના 126 ઉમેદવારોની પસંદગી કરાશે.અરજી કરવા માટે ઉમેદવારોએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.  જોકે આ પદ માટે અરજી કરવા માટે કેટલીક લાયકાતો અનિવાર્ય છે. આ અરજી માટે કમ્પ્યૂટરના નોલેજની સાથે સારી ટાઈપિંગ સ્પીડ પણ જરૂરી છે. 21થી 35 વર્ષના લોકો એપ્લિકેશન આપી શકે છે. નિયમોના આધારે અનામત વર્ગના ઉમેદવારોને વયની છૂટ અપાશે.



અપ્લાય કરવા માટે SC-STના ઉમેદવારોએ 300 રૂપિયા એપ્લિકેશન ચાર્જ અને અન્ય બેંક ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય અન્ય ઉમેદવારોએ 600 રૂપિયા ફી ભરવી પડશે. અપ્લાય કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ, 2018 છે. નોકરી મેળવવા માટે ઉમેદવારોએ લેખિત અને પ્રેક્ટિકલ સ્કીલ (ટાઈપિંગ) ટેસ્ટ આપવી પડશે અને મેરિટના આધારે નોકરી મળશે.


ગુજરાતના અન્ય સમાચાર જાણવા કરો ક્લિક...