અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ATS અને GSTનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતના 13 જિલ્લામાં 100 સ્થળો પર મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં 90થી વધુ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ છે. દેશ વિરોધી પ્રવૃત્તિને અટકાવવા માટે આ મેગા ઓપરેશન હાથ ધરાયું હોવાની માહિતી મળી રહી છે. ડ્રગ્સ અને આર્થિક નુકસાનને રોકવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં 13 જિલ્લામાં ATS અને GST નુ સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ડ્રગ્સ અને આર્થિક નુકસાન થાય તે પ્રકારના નેટવર્કને રોકવા માટે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરાયું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube