નરેશ પટેલ મુદ્દે નડ્ડાનું વલણ, કહ્યું-કેટલાક સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. ત્યારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટી વાત કહી હતી.
અતુલ તિવારી/અમદાવાદ :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે સવારે ભાજપના કાર્યકર્તાઓ સાથેના સંબોધનમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંકીને કહ્યુ હતું કે, ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. ત્યારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટી વાત કહી હતી.
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશવા મુદ્દે જે મુજબ સરવે કરાવે છે એના પર તેમણે કહ્યુ કે, અનેક લોકો પોતાની રીતે પોતાના સમાજના નામે આગળ આવવાનો પ્રયાસ કરે છે. સબ કા સાથ, સબકા વિકાસ, સબ કા વિશ્વાસના મધ્યમથી અમે આગળ આવીશું. ગુજરાત એક પ્રયોગશાળા છે, અમે કયો પ્રયોગ કરીશું. એ અમારી ઉપર છોડી દો. કેસ બાય કેસ હું જજમેન્ટલ ના થઈ શકું. અનેકવાર તમે નિર્ણય કરી લો છો અને પછી ત્યાં પહોંચો છો. શું પ્રયોગ કરીએ અને શું પરિણામ આવશે, એ પડદા પાછળની વાત હોય છે. પ્રજાતંત્રમાં કોઈપણ આવે, એડવરટાઈઝિંગ બોર્ડ લાગવે એનો વાંધો ના હોય, કેજરીવાલ 5 રાજ્યમાં ચૂંટણી લડ્યા, અનેક બેઠક પર જમાનત જપ્ત થઈ હતી. જેને અમારી વિચારધારા ગમે એ આવે, ના લઈએ તો કહેશો કે તમે સંકુચિત છો. પ્રજાતંત્ર છે, કોને ના પાડશો.
PM મોદીએ સુરતીઓને કહ્યું, જેમ હીરો ચમકાવો તેમ ખેડૂત અને તેના પરસેવાને પણ ચમકાવો