બિહારની ચૂંટણી પહેલા જે.પી નડ્ડાએ જાહેર કરી નવી ટીમ: આ ગુજરાતીને સોંપાઇ મહત્વની જવાબદારી
ભારતીબેન શિયાળની ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. મુળ ગુજરાતનાં ભાવનગરમાંથી સાંસદ ભારતીબેનને ભાજપ દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ તેમણે ZEE 24 Kalak સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે કહ્યું કે, સમન્વય સાથે કામ કરીશું. રાજ્યમાં અને કેન્દ્રમાં અને ગુજરાતની તમામ ચૂંટણીઓ જીતીશુ. ઉપરાંત પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ : ભારતીબેન શિયાળની ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. મુળ ગુજરાતનાં ભાવનગરમાંથી સાંસદ ભારતીબેનને ભાજપ દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સોંપવામાં આવ્યા બાદ તેમણે ZEE 24 Kalak સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે કહ્યું કે, સમન્વય સાથે કામ કરીશું. રાજ્યમાં અને કેન્દ્રમાં અને ગુજરાતની તમામ ચૂંટણીઓ જીતીશુ. ઉપરાંત પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
લોકડાઉને લટકાવ્યા: જેને જોવા લાખોની મેદની પડાપડી કરતી, આજે તે વડાપાંઉની લારી ચલાવવા મજબુર
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની નવી ટીમમાં ગુજરાતના એક માત્ર મહિલા સાંસદને સ્થાન મળ્યું છે. ગુજરાતના સાંસદ ડો. ભારતીબેન શિયાળને ભાજપની નવી ટીમમાં રાષ્ટ્રી ઉપાધ્યક્ષ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની નવી ટીમની જાહેરાત એવા સમયે કરી જ્યારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના ઘણા રાજ્યોમાં લોકસભા અને વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણી પંચ અનુસાર, બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 ઓક્ટોબર, બીજો તબક્કો 3 નવેમ્બર અને ત્રીજો તબક્કો 7 નવેમ્બરના પૂર્ણ થશે. જ્યારે મત ગણતરી 10 નવેમ્બરના કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube