ચેતન પટેલ, સુરત: સાડા પાંચ વર્ષ બાદ આખરે નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં ચુકાદો સંભળાવવામા આવ્યો છે.આ ચુકાદો સંભળાવનાર પી.એસ. ગઢવીએ ગુના સંદર્ભે ન્યાયિક સજા ફરમાવતા લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગઢવી સમાજ દ્વારા પણ જજ સાહેબનું સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મોરબીના ચકચારી હત્યા કેસમાં બે ભત્રીજા સહીત 4 ઝડપાયા, સીસીટીવી ફૂટેજ વાયરલ


સુરત જિલ્લાના શેરડી ગામે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પી.એસ.ગઢવીને મુખ્ય અતિથિ તરીકે બોલાવવામા આવ્યા હતા. જ્યા તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. નારાયણ સાંઇ કેસના કારણે છેલ્લા કેટલાક સમયથી ગઢવી સાહેબની બદલી સાથે બઢતી અટકી પડી હતી. જો કે નારાયણ સાંઇ કેસમા ચુકાદો આપ્યા બાદ તુંરત જ ગઢી સાહેબની કચ્છ ખાતે બદલી કરી દેવામા આવી હતી.


કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો
બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવી સજાનું એલાન કરતાં આજીવન કેદની સજાનો હૂકમ કર્યો છે. સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઈ સહિત પાંચને સજા સંભળાવી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...