Junagadh Rain: જુનાગઢ શહેરમાં આભ ફાટતા ભયંકર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે એક પછી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યા છે. ચારેકોરના પાણીના પ્રચંડ પ્રહાર વચ્ચે જુનાગઢ શહેરમાં અનેક લોકો ફસાયા છે. જુનાગઢના અનેક વિસ્તારો ગળાડુબ પાણીમાં ગરકાવ થયા છે. રમકડાની જેમ અનેક કાર, અનેક પશુઓ તણાયા છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ભયાનક વીડિયો તમારા રૂવાડા ઉભા કરી દેશે. 'દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા', મહિલાઓની ચીસાચીસ, આધેડ-બાપા તણાયા સહિતના અનેક કિસ્સાઓના વીડિયો સામે આવ્યા છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 
જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે. ત્યારે એક આધેડ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાતા જોવા મળી રહ્યા છે. આ સિવાય જૂનાગઢમા એક વ્યક્તિ કાર સાથે તળાતા હોય તેવા દ્રશ્યો સામે  આવ્યા છે. આ વાયરલ વીડિયોમાં લોકો બોલી રહ્યા છે બાપા તણાઈ રહ્યા છે. મહિલાઓ ચીસો પાડી રહી છે. કારની સાથે બાપા તણાઈ રહ્યા છે અને પાળી તૂટી ગઈ છે.


 



જુનાગઢ ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો છે. 2200 પગથિયા ઉપર માળી પરબ પાસે સીડી ઉપર વરસાદી પાણીની રમઝટ બોલી રહી છે. પગથીયા ઉપર વહી રહેલું પાણી જાણે સીડી ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 



જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે. જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી. જુનાગઢમાં ગાડીઓ ફૂટબોલની જેમ ફંગાળોઈ હતી. હજુ પણ આગામી 24 કલાક ભારે રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.