જૂનાગઢ :જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાનો વાણીવિલાસ જોવા મળ્યો છે. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વાણીવિલાસ કર્યો છે. કોંગ્રેસના મેનીફેસ્ટો કાર્યક્રમમાં બાબુ વાજાએ અપશબ્દોનો પ્રયોગ કર્યો. કોંગ્રેસની ધારાસભ્યોની ભાજપમાં જોડાવવાની વાત પર બાબુ વાજા ભડક્યા હતા, અને કહ્યું હતું કે, સામે આવે તો હું તો ગાળો પણ આપું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ ધારાસભ્ય ભાજપ ઉપર ભડક્યા હતા. બેફામ વાણી વિલાસ સાથે કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ અપશબ્દ પણ કહ્યા હતા. માંગરોળ ધારાસભ્ય બાબુભાઇ વાજાએ જુનાગઢમા યોજાયેલ કોંગ્રેસના મેનિફેસ્ટો કાર્યક્રમમા ભાજપ ઉપર અપશબ્દનો મારો ચલાવ્યો હતો. તેઓ ભાજપનો ઉલ્લેખ થતા જ ભડક્યા હતા.


આ પણ વાંચો : અમદાવાદીઓ જેને બટર સમજીને ખાય છે તે નીકળ્યું નકલી, રિયાલિટી ચેકમાં થયો ચોંકાવનારો ખુલાસો 
 
ધારાસભ્ય બાબુભાઇ વાજાએ ભાજપ વિશે અપશબ્દો કહ્યાં. આથી તેઓ અટક્યા ન હતા, અને ભાજપે લુખ્ખા લૂંટારા પણ કહ્યા હતાં. જે રીતે છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના 7 ધારાસભ્યોના ભાજપમાં જોડાવાની વાત ઉડી હતી. બાબુ વાજાનું નામ અમરીશ ડેર અને વિમલ ચૂડાસમા નામ જોડાયું આ મુદ્દાને લઈને ભડક્યા હતા. ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમા ધારાસભ્યએ કહ્યું કે, હું તો સામે આવે તો મારી ભાષામાં ગાળ પણ બોલી નાંખીશ.