અમદાવાદીઓ જેને બટર સમજીને ખાય છે તે નીકળ્યું નકલી, રિયાલિટી ચેકમાં થયો ચોંકાવનારો ખુલાસો

Reality Check Of Butter In Ahmedabad : તમે જેને બટર સમજીને ખાઓ છો, તે હકીકતમાં કંઈક જુદુ જ છે, જે લોકોના આરોગ્યને નુકસાન કરે છે... ઝી 24 કલાકના રિયાલિટી ચેકમાં પકડાયું નકલી બટરનો ઉપયોગ

અમદાવાદીઓ જેને બટર સમજીને ખાય છે તે નીકળ્યું નકલી, રિયાલિટી ચેકમાં થયો ચોંકાવનારો ખુલાસો

સપના શર્મા/અમદાવાદ :લોકો પાસેથી બટરના પૂરતા રૂપિયા લઇ સસ્તું ફેટ સ્પ્રેડ લોકોની ડિશ સુધી પહોંચી રહ્યું છે. શું ફાસ્ટ ફૂડ ખાતા સમયે તમને ખબર છે કે તમારી પ્લેટમાં બટરને બદલે પામ ઓઇલ પિરસવામાં આવ્યું હોઈ શકે છે? શું તમને ખબર છે કે બટરવાળા ફૂડ માટે તમે વેપારીને જે રૂપિયા ચૂકવી રહ્યા છો તેને બદલે વેપારી તમને પામ ઓઇલ પિરસી રહ્યું છે. Zee 24 કલાકના રિયાલિટી ચેકમાં કઈંક આવી જ તસવીરો સામે આવી છે કે જ્યાં રસિકો બટર સેન્ડવીચ કે બટર મસ્કાબન ખૂબ સ્વાદ લઈને ખાઈ રહ્યા છે તે ખરેખર પામ ઓઇલના બનેલા એક સ્પ્રેડરમાંથી બનાવવામાં આવ્યું હોય છે. ગ્રાહકો બટર સેન્ડવીચ માટે ઓઇલ સેન્ડવીચ માટે વધારાના રૂપિયા ચૂકવી રહ્યા છે, પણ બદલામાં તો તેમને પામ ઓઇલ જ મળી રહ્યું છે.

પામ ઓઈલના બટરની આડઅસર
શું તમને ખબર છે કે, પામ ઓઈલમાંથી બનેલા બટરની સાઈડ ઈફેક્ટ પણ હોય છે. દેખીતી રીતે આવું પામ ઓઇલમાંથી બનેલું ફેટ સ્પ્રેડ ખાવાથી તાત્કાલિક તો કોઈ વિપરિત અસર નથી દેખાતી, પણ આવો ખોરાક સતત લાંબા સમય સુધી ખાવાથી મેદસ્વીતા, હૃદયની સમસ્યા જરૂર થાય છે. બટર દૂધમાંથી બનતું ઉત્પાદન છે તેને ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. જ્યારે ફેટ સ્પ્રેડનો ઉપયોગ જે લોકો પોતાના આરોગ્યને લઇ સાવચેતી રાખે છે તેઓ અવગણે છે.

અમદાવાદના અનેક ખાણીપીણી સ્ટોલ પર આ રીતે બટરને બદલે બેફામપણે ફેટ સ્પ્રેડ લોકોને પીરસવામાં આવી રહ્યું છે. ઓર્ડર આપનારા લોકોને જાણ પણ કરાતી નથી કે આખરે તેઓ શું ખાઈ રહ્યાં છે. 

આ મામલે AMC ના પબ્લિક લેબોરેટરીના પૂર્વ ઓફિસર અતુલ સોનીનું કહેવું છે કે, જ્યારે AMC બટરના નામે વેચાતા આવા ખાદ્ય પદાર્થના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલે છે ત્યારે આવા નમૂના ફેલ જાય છે. કારણ કે તે દૂધમાંથી નથી બન્યું. આવા પદાર્થ સબસ્ટાન્ડર્ડ જાહેર થાય છે. ફૂડ સેફ્ટી એક્ટ 2016 મુજબ આવા લોકોને 5 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં આવા લોકો સામે કેસ નોંધી SDM પાસે તેની હીયરીંગ કરાવવામાં આવતી હોય છે.

સામાન્ય રીતે બટરની સરખામણીએ ફેટ સ્પ્રેડ ત્રણ ગણા ઓછા ભાવે મળી રહે છે. વધુ નફો કરવાની ઘેલછામાં લોકોને બટરના પૈસા ચૂકવવા છતાં સ્પ્રેડ પીરસાઈ રહ્યું છે. આ સ્થિતિ મનપામાં એસી ચેમ્બરમાં બેસી રહેલા અધિકારીઓની કામગીરી ઉપર સવાલો ઉભા કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news