ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :જૂનાગઢના કેશોદમાં અરેરાટીભર્યો કિસ્સો (crime news) બન્યો છે. 30 વર્ષની માતાએ મોત વ્હાલુ કરતા પહેલા પારણામાં સૂઈ રહેલા એક વર્ષના દીકરાને પણ મોત આપ્યુ હતું. પતિ બહારગામ ગયા હોવાથી એકલતામાં પરિણીતાએ પુત્રને મારી નાંખ્યો હતો, અને બાદમાં પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ (Junagadh) ના કેશોદના સાંગરસોલામાં સોનારા પરિવાર રહે છે. પરિવારના મોભી જગદીશ સોનારા ખાનગી કામથી બહારગામ ગયા હતા. જેથી તેમની પત્ની રેખાબેન જગદીશભાઈ સોનારા (ઉંમર 30 વર્ષ) આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. રેખાબેને પહેલા તો એક વર્ષના દીકરા ભવ્ય જગદીશ સોનારાને ઊંઘમાં જ મોત આપ્યું હતું. તેના બાદ રેખાબેને ગળે ફાંસો ખાઈને મોત વ્હાલુ કર્યું હતું. બહારગામથી પરત આવતા પતિએ ઘરનો દરવાજો ખોલતા તેઓ હેબતાઈ ગયા હતા. પત્નીની લાશ લટકતી હતી, અને દીકરાનો મૃતદેહ પારણામાં પડ્યો હતો. 


આ પણ વાંચો : વડોદરા : ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં એવી પાગલ કરી તે હાથ પર ચીરા મારવા મજબૂર બની  


બંનેના મૃતદેહને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ, મામલતદાર સહિતનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ મામલે જગદીશભાઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, તેમની પત્નીને માનસિક બીમારી હતી. જેથી આ પગલુ ભર્યુ હોઈ શકે છે. તેણે કહ્યું કે, હું બેસણાના એક કાર્યક્રમમાં હાજરી આપવા બહાર ગયો હતો. ત્યારે આ ઘટના બની હતી. હું આવ્યો ત્યારે દરવાજો બહારથી બંધ હતો તેથી હું મારા કાકાના ઘરે ગયો હતો. ત્યાંથી પરત ફર્યો ત્યારે પણ દરવાજો બંધ હતો. જેથી દરવાજો તોડીને અંદર જતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. 


આ ઘટના બાદ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જોકે, માતા પુત્રના મોત શંકાસ્પદ જણાતાં પોલીસે પેનલ પીએમ માટે બંને મૃતદેહોને જામનગર રવાના કર્યા હતા. 


આ પણ વાંચો : રાજકોટમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, ચટાકેદાર પાણીમાં મળ્યા બેક્ટેરિયા