રાજકોટમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, ચટાકેદાર પાણીમાં મળ્યા બેક્ટેરિયા

હાલ ગુજરાતના અનેક શહેરોમાં રોગચાળો અજગરની જેમ લોકોને અને શહેરને ભરડામાં લઈ રહ્યો છે. ડેન્ગયુ અને ચીકનગુનિયાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના કારણે ઉભરાતી હોસ્પિટલોમા હવે વિવિધ રોગોથી પીડિત દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાણી અને રોગચાળા અંગે કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આવામાં લોકોના હેલ્થને નુકસાન કરતા વસ્તુઓનુ વેચાણ ભારે પડી શકે છે. ત્યારે રાજકોટમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટ (Rajkot) માં પાણીપુરી (panipuri) ના કેટલાક સેન્ટર પરથી લેવાયેલા નમૂનામાં ‘ઇ-કોલીના’ બેકટેરીયા હોવાનું આરોગ્ય ખાતાના તપાસમાં ખૂલ્યુ છે. 
રાજકોટમાં ચાંઉથી પાણીપુરી ખાતા પહેલા સાવધાન, ચટાકેદાર પાણીમાં મળ્યા બેક્ટેરિયા

ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાતના અનેક શહેરોમાં રોગચાળો અજગરની જેમ લોકોને અને શહેરને ભરડામાં લઈ રહ્યો છે. ડેન્ગયુ અને ચીકનગુનિયાના કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. કોરોનાના કારણે ઉભરાતી હોસ્પિટલોમા હવે વિવિધ રોગોથી પીડિત દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા પાણી અને રોગચાળા અંગે કરવામાં આવતા દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આવામાં લોકોના હેલ્થને નુકસાન કરતા વસ્તુઓનુ વેચાણ ભારે પડી શકે છે. ત્યારે રાજકોટમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટ (Rajkot) માં પાણીપુરી (panipuri) ના કેટલાક સેન્ટર પરથી લેવાયેલા નમૂનામાં ‘ઇ-કોલીના’ બેકટેરીયા હોવાનું આરોગ્ય ખાતાના તપાસમાં ખૂલ્યુ છે. 

ગાંઠિયા બાદ રાજકોટની પાણીપુરી પણ જોખમી 
પાણીપુરીનો ચટાકો ધરાવતા લોકોના પેટમાં ફાળ પડે તેવા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો વપરાશ સામે આવ્યો છે. ત્યારે હવે ચોમાસામાં પાણીપુરીના પાણીમાઁથી ખાસ પ્રકારના બેક્ટેરિયા (bacteria) મળી આવ્યા છે. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ઝાડા-ઉલટી, મેલેરિયા સહિતનો રોગચાળો ફાટી નીકળતો હોય છે. ત્યારે રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા મોટાપાયે દરોડાના કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી નુકસાન કરતી વસ્તુઓ લોકોના પેટમાં ન જાય, અને રોગચાળો વકરે નહિ. રાજકોટના 20 જેટલા પાણીપુરાના ફેરિયા, લારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમો પરથી બટાકા, રગડો, પાણી, ચટણીના નમૂના લેવાયા હતા. જેમાંથી અનેક નમૂના ફેલ ગયા છે. 

આ દુકાનોના પાણીમાં બેક્ટેરિયા મળ્યા 

  • જય જલારામ પાણીપુરી,ડી માર્ટ પાછળ, પુરુષાર્થ મે. રોડ
  • સાધના ભેળ,બોમ્બે હોટલની બાજુમાં,ગોંડલ રોડ
  • બોમ્બે સ્ટાઇલ ભેળવાળા,સર્વેશ્વર ચોક
  • નારાયણ દિલ્હી ચાટવાલા,મોરી હોસ્પિટલની સામે, 25-ન્યુ જાગનાથ 
  • રવીરાજ રેફ્રીજરેશન,પેડક રોડ ચાર રસ્તા

ઈ-કોલીના બેક્ટેરિયા મળ્યા 
આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક એકમોના પાણીની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઈ-કોલીના નામના બેક્ટેરિયાની હાજરી જોવા મળી છે. આ બેક્ટેરિયા લોકોને બીમાર પાડી શકે છે. શહેરના અલગ અલગ 4 જેટલા સ્થળોએથી લેવાયેલા નમૂનાઓ રાજ્ય સરકારની લેબોરેટરીમાં નાપાસ થયા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં પાણીજન્ય અને વાઇરલના કેસો વધી રહ્યાં છે. ડેનગ્યુ અને ચીકનગુનિયાના કેસોમા મોટા પાયે વધારો થયો હોવાનુ ખુદ આરોગ્ય અધિકારી કહી રહ્યા છે. આવામાં જો આવી નુકસાનકારક પાણીપુરીમાં પેટમાં જાય તો તે બીમારીનું ઘર કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news