Junagadh News : જુનાગઢ તોડકાંડના ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો છે. એટીએ દ્વારા સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદ સ્થિત તરલ ભટ્ટના નિવાસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું અને એટીએસ દ્વારા તરલ ભટ્ટ પકડાઈ ગયો છે. એટીએસ અન્ય બે આરોપીઓ સુધી પહોંચવા પણ પ્રયાસ કરી રહી છે. હાલ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ 
જુનાગઢમાં કરોડોના તોડકાંડ મામલે ગુજરાત એટીએસએ કાર્યવાહી તેજ કરી હતી. ગુજરાત Ats દ્વારા ગઈકાલે આરોપી પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તોડકાંડના તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા ats ની ટીમ કામે લાગી છે. જેમાં તરલ ભટ્ટને પકડવામાં સફળતા મળી છે. ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા હતા. Ats ની ટીમ અંદાજીત 1 કલાક 30 મીનીટ સુધી રોકાઈ હતી. જેમાં તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરાઈ હતી. તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી મેળવવામાં આવી છે. 


ગુજરાતનું હવામાન બગડવાનું છે : અંબાલાલ પટેલની આગાહીથી હવે ચેતી જજો


જૂનાગઢ પોલીસના મહાતોડકાંડમાં આરોપી સસ્પેન્ડેડ પીઆઇ તરલ ભટ્ટે જુનાગઢ સેશન્સ કોર્ટેમાં આગોતરા જામીન માંગ્યા હતા. જેમાં એટીએસ દ્વારા કોર્ટમાં મુદત માંગવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરવામાં આવી હતી. જેમાં આગામી તા.6 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. એટીએસએ કોર્ટમાં કહ્યું કે, તપાસના કામમાં હોવાથી કોર્ટમાં પહોંચી શકાય તેમ નથી. તરલ ભટ્ટના આગોતરા મુદ્દે એટીએસે કોર્ટમાં સોગંધનામું રજૂ કરવાનું હતું.


અમેરિકાએ વિઝા ફીમાં તોતિંગ વધારો કર્યો, હવે ભારતીયોને આટલા ડોલર વધુ ચૂકવવા પડશે