અશોક બારોટ/જૂનાગઢ: ભવનાથમા આજે વિધિવત સમય પહેલા જય ગિરનારીના નાદ સાથે લીલી પરિક્રમાનો પ્રવેશ દ્વાર વહેલી સવારે ખોલી નાખવામાં આવ્યો હતો. ભાવિકોની ભીડને જોઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લીલી પરિક્રમાને લઈને ભવનાથ પંથકમાં કેવો છે માહોલ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં ખતરો! અમદાવાદમાં આ વર્ષની શરૂઆતથી નવેમ્બર સુધીમાં નોંધાયા છે અધધ...કેસ


લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ આજે વહેલી સવારે પ્રવેશ દ્વાર ખોલવાના તંત્રના નિર્ણયથી ભાવિકોએ પરિક્રમા માર્ગે પ્રસ્થાન શરુ કરી દીધું હતું. નાના મોટા હર કોઈ પરિક્રમા કરી પુણ્યનું ભાથું મેળવવા ઉત્સાહિત જણાયા હતા. 36 કિલોમીટરની આ લીલી પરિક્રમામાં દેશના ખુણે ખૂણેથી ભાવિકો ઉમટી પડ્યા હતા.


રાજકારણમાં ભૂકંપ! CM ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં BJP કોર્પોરેટરે આપ્યું રાજીનામું


મોટા ભાગના ભાવિકો અહીં એક બે નહી પરંતુ વર્ષોથી આ લીલી પરિક્રમાનો લ્હાવો લેવા આવતા હોય છે. પ્રકૃતિની મજા માણવાનો અવસર અને ધાર્મિક રીતે પુણ્યનું બેલેન્સ જમા કરાવવાનો સમન્વય પણ તમે આ લીલી પરિક્રમાને કહી શકો. દરમિયાન યુપીના ભાવિક આજે મુખ્ય પ્રવેશ દ્વાર પર આકર્ષણનું કેન્દ્ર બનેલ પણ જોવા મળ્યા હતા. જેમની આ 18મી પરિક્રમા છે.


'મને માફ કરજો...', વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા યુવકે ઓડિયો રેકોર્ડ કરી કર્યો આપઘાત


વિધિવત રીતે એકાદશી એટલે આગામી 23 નવેમ્બરે લીલી પરિક્રમા શરુ થશે. પરિક્રમાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે હાલ તો ભવનાથ પંથકમાં નિર્ધારિત સમય પૂર્વે જ અનેક ભાવિકોએ લીલી પરિક્રમા શરૂ કરી દેતા જંગલમાં પણ ગુંજી ઉઠ્યા જય ગિરનારીના નાદ.


સ્વેટર નહીં, ફરી રેઇન કોટ તૈયાર રાખજો! ગુજરાતમાં કઈ તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ?