આ વરસાદ તો ટ્રેલર છે, પિક્ચર 24-25 નવેમ્બરે દેખાશે! જાણો ગુજરાતમાં કઈ તારીખે ક્યાં થશે કમોસમી વરસાદ?
Gujarat Weather Forecast: 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
Trending Photos
Gujarat Weather Forecast: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જી હા...શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતામાં આવી ગયા છે. રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ વરસાદી માહોલ રહેશે.
ક્યાં ક્યાં કમોસમી વરસાદ આવશે
24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે તો જણાવ્યું છે કે, આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે. ઇસ્ટર્નલી પવન અને ભેજ રહેતા રાજ્યમાં વરસાદી માહોલ બનશે.
ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે. તો એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે.
તમને જણાવી દઈએ કે, સૌથી ઠંડુંગાર રહેલું નલિયા સૌથી ઓછા 16 ડિગ્રી તાપમાન સાથે ઠંડું શહેર બની રહ્યું છે. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. અમદાવાદમાં ઠંડી સાથે વરસાદી માહોલ બની રહેશે. હાલ 3 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે. બાદમાં 4 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું ઘટશે. 4 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી આપોઆપ વધશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 25 થી 26 નવેમ્બર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે.
25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી
મહત્વનું છે કે, 25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભૂજમાં 19 અને અમદાવાદમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પરંતુ કાતિલ ઠંડી વચ્ચે વરસાદની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે. તે ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરામાં આગાહી છે. સાથે જ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઠંડીની આગાહી
રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે