જૂનાગઢ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગેની દરખાસ્ત પણ કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલીને તેના ફોલોઅપની સૂચનાઓ તેમણે આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા રેલ્વે સ્ટેશન માટેની મંજૂરી મળતાં જૂનાગઢ શહેરના વર્ષો જૂના ટ્રાફિક જામના પ્રાણ પ્રશ્નનો અંત આવશે અને શહેરના વિકાસની નવી દિશા ખૂલશે. 

આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ઇરીગેશનનો લાભ આપવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજનાને મળી મંજૂર


અત્રે એ ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ-વિસાવદર મીટરગેજ રેલ્વે લાઇનના રૂટમાં વચ્ચે નવ જેટલા રેલ્વે ફાટક આવતા હોવાથી નગરજનોને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. 


મુખ્યમંત્રીએ વર્ષો જૂની આ ટ્રાફિક સમસ્યાના નિવારણ રૂપે હાલના મીટરગેજ રેલ્વે સ્ટેશનને શીફટ કરી ગ્રોફેડ પાસે નવું રેલ્વે સ્ટેશન બનાવવા માટે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો અને તેના સતત ફોલોઅપનો  નિર્ણય પણ કર્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube