આ ઘટના કરી શકે છે વિચલિત! જૂનાગઢમાં મહિલાને કારથી ઉડાવી દેવાની ઘટનામાં મોટો ખુલાસો
પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા અક્સ્માત નહી પણ મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: જુનાગઢમાં યુવાનના સંબંધના આડખીલી રૂપ બનનાર મહીલાને કારથી ઉડાવી દેવાની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરતા અક્સ્માત નહી પણ મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
સીસીટીવી કેમેરાના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ થયું છે કે તે અક્સ્માત નથી પણ જાણી જોઈને મહીલાની અક્સ્માત સમજી હત્યા કરવાનું કાવતરું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા જૂનાગઢ પોલીસે જીણવટ ભરી તપાસ શરૂ કરતા આ સીસીટીવી ફૂટેજ શહેરના સુખનાથ ચોક વિસ્તારના છે.
જેમા હસીના બેન નામની મહીલા રસ્તા પર ચાલી જતી હતી. ત્યારે અચાનક પુરપાટ ઝડપે આવતી ઇકો વાન કાર ચાલક આદીલ ખાન હનીફખાન લોદીએ મહીલાને ઠોકર મારી હતી. જેમા મહિલાનું મોત નિપજ્યું હતું.
હાલ પોલીસે અકસ્માત નહી પણ હત્યા કરવાનું સામે આવતા હત્યા કરનારા આદીલખાનની ધરપકડ કરવામાં આવી હતી, અને હજું આ હત્યામાં કોઈ અન્ય વ્યક્તિની સંડોવણી છે કે નહી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube