ગુજરાતમાં અહીં ધર્મ સ્થાનો મુશ્કેલીમાં! છેલ્લા 15 દિવસથી હાલત બની કફોડી
એક તરફ રાજ્ય સરકાર ગીરનાર તીર્થ ક્ષેત્રને દેશ દુનિયાના નક્શામાં પ્રથમ હરોળનું સ્થાન ગણાવે છે, ત્યારે મૂળભૂત સુવિધા વિજળી પણ બરાબર નથી મળતી તેનાથી પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે.
ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: જુનાગઢ ગરવો ગઢ ગિરનાર હિમાલયનો પ્રપિતામહ કહેવાય છે, ત્યારે ગીરનાર પર્વત પર અનેક ધર્મ સ્થાનો આવેલા છે. પણ છેલ્લા પંદર દિવસથી વિજળી ના હોવાથી ધર્મ સ્થાનોની હાલત કફોડી બની છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગીરનાર પર્વત પર ભારે વરસાદના કારણે વીજ લાઈનમાં ક્ષતિના કારણે છેલ્લાં 15 દિવસથી વિજળી ગુલ થતા ભાવિકો અને મંદિરની સેવા પુજા કરતા પૂજારી સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાત્રીના સમયે ગીરનાર દર્શન કરવાં આવતા ભાવિકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો! જાણો શું હતું આરોપીનું ષડયંત્ર?
એક તરફ રાજ્ય સરકાર ગીરનાર તીર્થ ક્ષેત્રને દેશ દુનિયાના નક્શામાં પ્રથમ હરોળનું સ્થાન ગણાવે છે, ત્યારે મૂળભૂત સુવિધા વિજળી પણ બરાબર નથી મળતી તેનાથી પાણીની પણ મુશ્કેલી ઊભી થાય છે. મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીને સ્નાન વિધિ સહીતમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે સ્તવરે વીજ લાઈન રીપેર કરીને વીજ પુરવઠો ફરી કાર્યરત થાય તેવી ગીરનાર તીર્થ ક્ષેત્રના આવેલ ધર્મ સ્થાનોની માંગ ઉઠી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube