ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો! જાણો શું હતું આરોપીનું ષડયંત્ર?
અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફીસમાં જ્યાં અંદર જવામાં પણ આરોપીઓના પગ ધ્રૂજતા હોય છે. પણ વિશાલ ગાલા નામના એક આરોપીએ અપરાધ કર્યો હોવા છતાં પણ ફરિયાદી બનીને 27 કરોડની ખોટી ફરિયાદ લખાવી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: સાઇબર ક્રાઇમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફરિયાદીએ ઊપજાવી કાઢેલી વાતો કરી પોલીસને 27 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની વાત કરી ગુમરાહ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરિયાદના આધારે પોલીસ સામેવાળી વ્યક્તિને લઈ પણ આવી, પણ જ્યારે પૂછપરછ કરી ત્યારે બહાર આવી એક નવી જ કહાની. જેને જાણ્યા પછી સાયબર ક્રાઇમે ફરિયાદીની જ ધરપકડ કરી લીધી છે. 27 કરોડ રૂપિયાના ચિટિંગની ફરિયાદ કરી પોલીસને ગુમરાહ કરવાનું શું હતું આરોપીનું ષડયંત્ર?
અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફીસમાં જ્યાં અંદર જવામાં પણ આરોપીઓના પગ ધ્રૂજતા હોય છે. પણ વિશાલ ગાલા નામના એક આરોપીએ અપરાધ કર્યો હોવા છતાં પણ ફરિયાદી બનીને 27 કરોડની ખોટી ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદીની હકીકતના આધારે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવવામાં આવેલ કરણસિંઘ રાવતને કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ઝડપી લીધો અને જ્યારે સાયબર ક્રાઇમ દ્વારા કરણ સિંઘ રાવતની પુછપરછ કરવામાં આવી ત્યારે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
કરનસિંઘ રાવત FONEPAISA કંપનીનો પણ ડાયરેકટર હોવાની વિગત તપાસ દરમ્યાન બહાર આવી હતી. FONEPAISA કંપનીના બેંક એકાઉન્ટમાં જ કહેવાતા ફરિયાદી વિશાલ ગાલાના ખાતામાંથી રૂપિયા જમા થતા હોય અને તે પૈસા બીજા એકાઉન્ટમાં મોકલતા હોવાની હકીકત સામે આવી હતી. સાયબર ક્રાઇમમાં કરણ સિંઘની પૂછપરછ કરતા પછી ફરિયાદી વિશાલ ગાલાની કરતૂતોનો પર્દાફાશ થયો હતો.
આ ઘટનાક્રમ બાદ કરનસિંઘને સાયબર ક્રાઇમ પકડી લાવ્યા હતા. હકીકતને મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા. અને તપાસમાં બહાર આવ્યું કે વિશાલ ગાલા સાથે તેને આવી કોઇ ટેન્ડર પ્રોસેસ બાબતે વાતચીત થયેલ નથી કે તેમની પાસેથી ટેન્ડર અપાવવાનુ કહી કે રો-મટીરીયલ્સ આપવાનું કહી કથિત ફરીયાદી વિશાલ ગાલા પાસેથી પૈસા પડાવેલ નથી. પરંતુ વિશાલ ગાલાએ પોતાની મરજીથી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેંમીંગથી પૈસા હારજીથી કરવા માટે પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાંથી તેમજ તેમની કંપનીના ગાલા ગ્લોબલ પ્રોડકટ લીમીટેડના બેંક એકાઉન્ટમાંથી FONEPAISA ના નોડલ બેંક એકાઉન્ટમાં ડાયરેકટ કે પછી બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભરેલ છે અને ગેમ્બલીંગ કરેલ છે.
જેથી તાત્કાલિક પોલીસે ઇલેકટ્રીક એવિડન્સ મેળવી, મળી આવેલ ઇલેકટ્રીક્સ એવિડન્સમાં મળી આવેલ મની ફ્લોને ફરીયાદીના બેંક એકાઉન્ટ સાથે ચેક કરતા તમામ એન્ટ્રીઓ ફરીયાદીએ ફરીયાદમાં ટેન્ડર માટે ભરેલ હોવાની હકીકત જણાવેલ તેની સાથે મેચ થતી હતી. તેમજ તેના સિવાય પણ અન્ય ઇલેકટ્રીક એવીડન્સ મળી આવી હતી. જેથી ગુનાની તપાસ દરમ્યાન કથિત ફરીયાદી વિશાલ ગાલાએ લખાવેલ ફરીયાદ તદન ખોટી હોવાની હકીકત સામે આવી હતી.
તેણે ફરીયાદમાં જણાવેલ મુજબની રકમ કોઇ ટેન્ડર પ્રોસેસ માટે નહી, પરંતુ ઓનલાઇન ગેમ્બલીંગમાં પૈસા હારજીત કરવા ઉપયોગ કરેલ હોવાની હકીકત જાણવા મળી હતી. આ ઉપરાંત આરોપી વિશાલ ગાલાએ સાયબર ક્રાઇમમાં તપાસ માટે અરજી આપ્યા બાદ પણ પોતે INDIA24BET.COM કંપનીમા લાખો કરોડોની ગેમ્બલીંગ કરતા હોવાની હકીકત તેમના બેંક ટ્રાન્જેકશન ઉપરથી મળી આવી છે.
સાબરડેરીની તપાસમાં વિશાલ ગાલા અને કરણસિંઘ રાજપૂત ઓનલાઇન જુગારમાં સંડોવાયેલા હોવાની હકીકત બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે. એટલું જ નહીં વિશાલ ગાલાએ ખોટી ફરિયાદ લખાવીને પોલીસને ગુમરાહ કરવા બાબતે પણ સાયબર ક્રાઇમનો ગૂનો દાખલ કરી ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે