અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે વાઘેશ્વરી મંદિર, અંદાજિત 800 વર્ષ જૂના આ મંદિરનો શું છે ઈતિહાસ?
અંદાજિત 800 વર્ષ જૂના વાઘેશ્વરી મંદિર ખાતે જુનાગઢ સહિત દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર ખાતે ઘટ સ્થાપન પણ કરાયું.. જ્યારે અષ્ટમીના દિવસે અહીં શાસ્ત્રોકત મંત્રોચાર સાથે હવનનું પણ આયોજન કરાશે..
ઝી ન્યૂઝ/જુનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘેશ્વરી મંદિર અનેક માય ભક્તોનું આસ્થાનું કેન્દ્ર આજથી ચૈત્રીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે.. ત્યારે જુનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘેશ્વરી મંદિર અનેક માય ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.
ગુજરાતમાં માઠી 'દશા' બેઠી! આ શહેરમાં દર ત્રીજી વ્યક્તિ ખાંસીથી છે પીડિત, જો આમને આમ.
અંદાજિત 800 વર્ષ જૂના વાઘેશ્વરી મંદિર ખાતે જુનાગઢ સહિત દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર ખાતે ઘટ સ્થાપન પણ કરાયું.. જ્યારે અષ્ટમીના દિવસે અહીં શાસ્ત્રોકત મંત્રોચાર સાથે હવનનું પણ આયોજન કરાશે.. પ્રાચીન કથા મુજબ દેવી વાઘેશ્વરી ગિરનાર પર્વત પરથી પોતાના ભક્તિની કાજે અહીં આવી બિરાજયા હતા.
જલારામ બાપાના દર્શને જતા પહેલા અચૂક જાણી લો આ વાત, નહીં તો પડશે 'ધરમનો ધક્કો'!
હિન્દુ પંચાગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે, મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર મહિનામાં નવરાત્રી આવે છે જેમાં આસો નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. માતાાજીની આરાધનાનું પર્વ છે જેનું આધ્યાત્મિક મહત્વ પણ અનેરૂં છે. જૂનાગઢમાં ગિરનાર તળેટી જતાં રસ્તે ડુંગરોની ગોદમાં માઁ વાઘેશ્વરીનું પ્રાચીન મંદિર આવેલું છે, નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.
મોટા ખુશખબર, હાઈવેથી હટાવવામાં આવશે ટોલબૂથ, નહીં ભરવો પડે ટેક્સ!
માઁ વાઘેશ્વરીનું મંદિર પ્રાચીન મંદિર છે, હાલનું મંદિર પણ અંદાજે 800 વર્ષ જુનું છે, જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે અને તેનો ત્રણ વખત જીર્ણોધ્ધાર પણ થઈ ચુક્યો છે, મંદિરમાં માતાજીના આભૂષણો પણ નવાબીકાળના છે, હાલ જે માતાજીને હાર ધરાવવામાં આવે છે તે જૂનાગઢના નવાબે અહીં પધરાવ્યો હતો. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના વામન અવતારમાં તેઓ ભગવાન વામન રૂપે આ સ્થળે આવ્યા હતા અને અહીંથી જ વામનસ્થલી કે જે આજનું વંથલી છે ત્યાં ગયા હતા અને બલી રાજાના યજ્ઞમાં ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી.
Earthquake Safety Tips: અચાનક ભૂકંપ આવે તો આવા કેસમાં શું કરવું જોઈએ અને શું નહિ?
હાલનું જે પ્રાચીન મંદિર છે તે ઉપરાંત ડુંગરમાં ઉપલા વાઘેશ્વરીનું મંદિર પણ આવેલું છે જે પગથીયાં ચડીને ડુંગરની વચ્ચે આવેલું છે ત્યાં પણ ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શને જાય છે. નવરાત્રી દરમિયાન માઁ વાઘેશ્વરીના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે તેમાં પણ સાયં આરતી સમયે મોટી સંખ્યામાં ભાવિકો આરતીમાં જોડાય છે, આરતી સમયે પણ મંદિરમાં પ્રવેશ નિષેધ છે, ભાવિકો મંદિરના પટાંગણમાંથી જ આરતીના દર્શન કરે છે અને તે પણ સોશ્યસ ડિસ્ટન્સ સાથે દર્શન કરવાના રહે છે.