Toll Tax: મોટા ખુશખબર, હાઈવેથી હટાવવામાં આવશે ટોલબૂથ, નહીં ભરવો પડે ટેક્સ!

Toll Tax New Rule: હાઈવે પર ગાડીઓ દોડાવનારા લોકો માટે સારા સમાચાર છે. જો તમે પણ હાઈવે પર મુસાફરી કરો છો અને ટોલ ટેક્સ ભરવામાં હેરાન પરેશાન થાવ છો તો તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. 

Toll Tax: મોટા ખુશખબર, હાઈવેથી હટાવવામાં આવશે ટોલબૂથ, નહીં ભરવો પડે ટેક્સ!

Toll Tax New Rule: હાઈવે પર ગાડીઓ દોડાવનારા લોકો માટે સારા સમાચાર છે. જો તમે પણ હાઈવે પર મુસાફરી કરો છો અને ટોલ ટેક્સ ભરવામાં હેરાન પરેશાન થાવ છો તો તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકાર જલદી દેશના તમામ હાઈવેથી ટોલનાકાને હટાવશે. જી હા... હવે તમારે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની અને ટોલ ટેક્સ ભરવાની કોઈ જરૂર નથી. સરકારે શું પ્લાન બનાવ્યો છે એ અમે તમને જણાવીએ. 

નીતિન ગડકરીનો પ્લાન
કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતે સંસદમાં આ અંગે જાહેરાત કરી છે.  તેમણે ભરોસો અપાવતા કહ્યું કે એક વર્ષની અંદર જ દેશમાં નવી ટેક્નોલોજીથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમથી પણ તમને રાહત મળશે. દેશભરમાં ટોલ ટેક્સમાં પારદર્શકતા લાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. 

ટ્રાફિક જામની સ્થિતિમાં સુધારો નહીં
સરકાર તરફથી બનાવવામાં આવી રહેલી નવી ટેક્નોલોજીથી કોઈ પણ ચાલક પાસેથી ખોટો ટેક્સ વસૂલાશે નહીં. હાલ દેશના હાઈવે પર ટોલ પ્લાઝા બનેલા છે જેના પર ફાસ્ટેગની મદદતી ટેક્સ વસૂલાઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ફાસ્ટેગ યૂઝર્સને  ફરિયાદ છે કે ફાસ્ટેગ થયા બાદ પણ જે લોકો ઓછા કિમીનો ઉપયોગ કરી રહ્યા છે તેમની પાસેથી પૂરેપૂરો ટોલટેક્સ વસૂલાઈ રહ્યો છે. આ કારણે હજુ પણ ટ્રાફિક જામની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. 

નવી ટેક્નોલોજી પર ચાલી રહ્યું છે કામ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું કે સદનને ભરોસો અપાવવા માંગુ છું કે એક વર્ષની અંદર દેશમાં ટોલ બૂથ ખતમ કરી દેવામાં આવશે અને દેશભરમાં ટોલ ટેક્સ કલેક્શન માટે જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી પર ગત વર્ષથી કામ ચાલુ છે. જેને જલદી લાગૂ કરવામાં આવશે. 

નંબર પ્લેટ બદલાઈ જશે
અત્રે જણાવવાનું કે સરકારના નવા  પ્લાનથી ખુબ પારદર્શકતા જોવા મળશે. તેને જલદી અમલમાં લાવવામાં આવશે. નવી ટેક્નોલોજી મુજબ નંબર પ્લેટમાં ચિપ લગાવવામાં આવશે. ત્યારબાદ જૂની નંબર પ્લેટને નવી નંબર પ્લેટમાં ફેરવવામાં આવશે. 

સોફ્ટવેર દ્વારા થશે વસૂલી
કોમ્પ્યુટરરાઈઝ્ડ સિસ્ટમ દ્વારા એક સોફ્ટવેરના માધ્યમથી ટોલ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જીપીએસ સિસ્ટમના માધ્યમથી સીધા વાહન માલિકના એકાઉન્ટમાંથી પણ ટોલ વસૂલવાની ટેક્નિક પર કામ ચાલુ છે. બંનેમાંથી કયા વિકલ્પને લાગૂ કરાશે તેની સૂચના જલદી મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news