જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 49.68 ટકા મતદાન
ગાંધીનગરમાં વોર્ડ નંબર-3ની પેટાચૂંટણી, સાંતરપુર જિલ્લા પંચાયતની 1 બેઠક, શંખેશ્વર તાલુકા પંચાયતની બેઠક, જૂનાગઢ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 1 બેઠકની પણ યોજાઈ પેટાચૂંટણી
હનીફ ખોખર-જૂનાગઢ/પાટણ/ગાંધીનગરઃ જૂનાગઢ મહાનગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. શહેરમાં સાંજે 5.00 કલાકે શાંતિપૂર્ણ રીતે 49.68 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ 1માં 66.36% થયું હતું અને સૌથી ઓછું મતદાન વોર્ડ 11માં 36.20% મતદાન નોંધાયું છે. શહેરમાં સવારથી જ પડી રહેલા
વરસાદના કારણે મતદાન ઓછું થયું છે, જેની પરિણામ પર અસર પડી શકે છે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર-3ની ચાર બેઠકમાંથી 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાના કારણે માત્ર 1 બેઠક પર જ મતદાન યોજાયું હતું. વોર્ડ નં-3 સિવાયની બાકીની 56 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના 56, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 52, એનસીપીના 25 અને અન્ય પાર્ટી તથા અપક્ષો મળીને કુલ 159 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.
જૂનાગઢ જિલ્લા પંચાયતની વડાલ પેટા ચૂંટણીમાં ૪૨ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે જૂનાગઢ તાલુકા પંચાયતની સુખપુર બેઠકમાં 42 ટકા અને વિસાવદરના મોણીયાની બેઠકમાં ૫૪ ટકા મતદાન નોંધાયું હતું.
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું જ એકસમાન હોવું જોઈએઃ સીએમ વિજય રૂપાણી
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વોર્ડ નં-3ની બેઠક ખાલી થતાં રવિવારે આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે.
પાટણ જિલ્લાની એક બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં 51.02 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠખ પર ભાજપના અરજણભાઈ આહિર અને કોંગ્રેસના જીવણભાઈ આહિર મેદાનમાં છે. શંખેશ્વર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં સૂબાપુરા બેઠકમાં 60 ટકા મતદાન નોંધાયું હતું. અહીં, ભાજપના જામજી લાધુજી ઠાકોર અને કોંગ્રેસના વિષ્ણુભાઈ રૂપસંગજી ઠાકોર મેદાનમાં છે. શંખેશ્વર તાલુકા પંચાયતની 2 બેઠમાંથી 1 પંચાસર બેઠક પર ફક્ત મીતાબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા હતા.
જૂઓ LIVE TV....